તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છેતરપિંડી:કર્ણાટકના મેંગ્લોરમાં રૂ. 90 લાખનું ફુલેકુ ફેરવી જાનનગર ભાગી આવેલા આરોપીને પોલીસે ઝડપી લીધો

જામનગર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આરોપી જામનગરમાં પોતાના ઘરે હોવાની કર્ણાટક પોલીસને જાણ થતા તેઓએ જામનગર પોલીસને જાણ કરી હતી
  • જામનગર પોલીસે આરોપીને ઝડપી લઇ કર્ણાટક પોલીસને સોપ્યો

જામનગરના શખ્સે કર્ણાટકમાં રુ. 90 લાખની છેતરપિંડી કરીને કાનુનથી બચવા પરત વતન આવતા અહિંયા પણ પોલીસના હાથે લાગી ગયો છે. આરોપી પોતાના ઘરે છે, તેવી પાક્કી બાતનીના આધારે જામનગર એસ.ઓ.જી પોલીસે આરોપીને ઝડપીને કર્ણાટક પોલીસને સોપ્યો છે.

જામનગર શહેરમાં રહેતા રોહિત ચંદુભાઇ ચૌહાણ નામના શખ્સ સામે કર્ણાટક રાજ્યના મેંગલોર ઉત્તર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રૂ. 90 લાખની છેતરપિંડી આચર્યાની ફરિયાદ નોંધાઇ હતી. તે ગુનામાં પોલીસથી નાસતો ફરતો હતો આરોપી જામનગરમાં પોતાના ઘરે હોવાની કર્ણાટક પોલીસને જાણ થતા તેઓએ જામનગર પોલીસને જાણ કરી હતી.

જામનગર એસ.ઓ.જી પી.આઈ એચ.એચ નીનામાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ વી.કે ગઢવીએ ટીમ સાથે આરોપીનું મકાન કોર્ડન કરી લીધું હતું અને આરોપી રોહિતને ઝડપી લીધો હતો. ત્યારબાદ કર્ણાટક પોલીસને જાણ કરી આરોપીને સોંપી દેવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...