જામનગર તાલુકાના લોઠીયા ગામમાં સ્વચ્છતા જળવાઈ રહે તે હેતુથી રૂ .15 લાખના ખર્ચે ભૂગર્ભ ગટર નું કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું છે . આ સાથે ગામમાં રાત્રિ દરમિયાન લોકોને અવરજવરમાં મુશ્કેલી ન પડે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને હેતુથી રૂ .5 લાખથી વધુના ખર્ચે સ્ટ્રીટલાઈટ નાખાવામાં આવી છે .
તદઉપરાંત ગામમાં રોડ રસ્તા કાર્યો પણ પૂર્ણ કરવામાં આવ્યા હોવાનું ગામના સરપંચ ભગવાનજીભાઈ રાણપરીયાએ જણાવ્યું હતું . વધુમાં તેમણે કહ્યું હતું કે ગામમાં મોટાભાગની શેરીઓમાં પેવર બ્લોકનુ઼ કામ કરવામાં આવ્યું છે અને ઘરે ઘરે પીવાનું પાણી પહોંચાડવામાં આવ્યું છે . આ સાથે આગામી દિવસોમાં પીવાના પાણીના સંગ્રહ માટે 50000 લીટરની ક્ષમતાનો પાણીનો ટાંકો બનાવામાં આવશે .
ગામમાં રૂા.5 લાખના ખર્ચે આંગણવાડી બનશે
લોઠીયા ગામમાં જૂની આંગણવાડી જર્જરીત થતા તેને પાડવામાં આવી છે . આગામી દિવસોમાં નવી આંગણવાડી ગામની પ્રાથમિક શાળાની બાજુમાં રૂ .5 લાખના ખર્ચે બનાવવામાં આવશે . જેમાં આંગણવાડીને લગતી તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે . જે મંજૂરી મળી ગઈ છે . આગામી દિવસોમાં બાંધકામ પણ શરૂ થશે તેમ સરપંચે જણાવ્યું હતું .
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.