ફરિયાદ:જામનગરમાં શો ઓર્ગેનાઈઝરની પુત્રવધૂને સાસરીયાઓનો ત્રાસ

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ત્રાસનું કારણ | પતિને અન્ય સ્ત્રી સાથે સંબંધની શંકા હોઈ
  • પરિવારના ત્રાસથી કંટાળીને પરિણીતાએ ઘર છોડી ફરિયાદ નોંધાવી

જામનગરમાં વરસો સુધી શો ઓર્ગેનાઈઝેશનનું કામ કરતાં વેપારીના પુત્ર સાથે સત્તર વર્ષ પહેલા પ્રેમલગ્ન કરનાર યુવતીને પતિના અન્ય સ્ત્રી સાથેના સંબંધોની શંકા પડતાં તેણીને પતિ, સાસુ, સસરાએ ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. આ યુવતીને માર મારી પહેરેલા કપડે ઘરમાંથી હાંકી કઢાતા અમદાવાદથી પીયર આવી જઈ તેણીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

જામનગરના ઈન્દિરા રોડ પર આવેલા એક એપાર્ટમેન્ટમાં વસવાટ કરતાં મધુકર મોહનભાઈ ઓઝાના પુત્રી પાયલબેન (ઉ.વ.40)ના લગ્ન વર્ષ 2004માં જામનગરમાં અગાઉ ઈલક્ટ્રીકનો એક શો-રુમ ચલાવતા અને કેટલાક શોનું ઓર્ગેનાઈઝેશન કરતાં પ્રમોદ પટેલના પુત્ર મિતુલ સાથે થયા પછી થોડા વખતથી મિતુલ તથા પાયલ અમદાવાદ રહેવા ચાલી ગયા હતા.

જ્યારે જામનગરના વિકાસગૃહ રોડ પર શ્યામગંગા નામના બંગલામાં પાયલબેનના સાસુ પ્રવીણાબેન તથા સસરા પ્રમોદભાઈ મોહનભાઈ પટેલ રહેતા હતા. અમદાવાદના બોપલ વિસ્તારમાં રહેવા ગયેલા મિતુલે ત્યાં પેઈંગગેસ્ટને સુવિધા આપવાની કામગીરી શરૃ કર્યાં પછી પાયલને કેટલીક શંકાઓ પડવા લાગી હતી. પતિને અન્ય સ્ત્રી સાથે સંબંધ હોવાનું લાગતા પાયલે તે બાબતમાં પૂછપરછ કરતાં પતિ મિતુલ તેમજ સાસુ પ્રવીણાબેન અને સસરા પ્રમોદ પટેલે તેની સાથે ઝઘડા શરૃ કર્યાં હતાં.

ઘરના કામ બાબતે વાંક કાઢી ત્રાસ આપતા પતિ, સાસુ, સસરાએ તેણીને માવતરે જવાની પણ ના પાડી દીધી હતી અને મારકૂટ આરંભી હતી. સતત 17 વર્ષ સુધી ઉપરોકત ત્રાસ સહન કરનાર પાયલબેનને ઘરમાંથી પહેરેલા કપડે કાઢી મૂકવામાં આવતા હાલમાં પીયર પરત ફરેલા પાયલબેને જામનગરના મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે પતિ, સાસુ, સસરા સામે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે. શહેરના પ્રતિષ્ઠિત પરીવારમાં બનેલા બનાવથી ભારે ચકચાર જાગી છે.

અન્ય સમાચારો પણ છે...