વિવાદ:દરેડની પરિણીતાને સાસરિયાઓનો ત્રાસ, રાજકોટ સ્થિત સાસરિયા સામે ફરિયાદ: પતિ સહિત 5 સાસરિયા સામે ગુનો

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

દરેડ ગામે પિયર ધરાવતી પરિણીતાને રાજકોટ રહેતાં સાસરિયાઓએ દુ:ખ ત્રાસ આપી કરિયાવર બાબતે હેરાન કરી મેણાટોણાં મારી પહેરેલ કપડે ઘરબાર હાંકી કાઢી હોવાની ફરિયાદ પોલીસ દફતરમાં નોંધાઇ છે. દરેડ ગામે ગોકુલધામ સોસાયટીમાં રહેતી સેજલબા ક્રિપાલસિંહ વાળા નામની પરિણીતાને રાજકોટ ખાતે કોઠારિયા મેઇન રોડ પર આવેલા વિનોદનગરમાં રહેતાં પતિ ક્રિપાલસિંહ પૂંજુભા વાળા, સસરા પૂંજુભા બાવુભા વાળા, સાસુ જનકબા પૂંજુભા વાળા, માસાજી સસરા પ્રણિવસિંહ જાડેજા, માસીજી સાસુ મિત્તલબા પ્રવિણસિંહ જાડેજા સહિતનાઓએ લગ્નના ચાર માસના ગાળા બાદ કરિયાવર ઓછો લાવી છે તેવા મેણાટોણાં મારી, વધુ કરિયાવર લાવવા માટે દબાણ કરી હેરાન-પરેશાન કરી હતી.

પતિએ માર મારી આરોપી માસીજી સાસુએ તેણીનો હાથ પકડીને પહેરેલ કપડે ઘરની બહાર હાંકી કાઢી હતી. આ અંગે પરિણીતાએ તમામ શખ્સો સામે પોલીસ દફતરમાં સ્ત્રી અત્યાચાર ધારા અને દહેજ પ્રતિબંધ ધારાઓ મુજબ સાસરિયા વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...