ભારે આશ્ચર્ય:લાલપુર ICDSમાં 182 સિંગતેલના ડબ્બા ન વપરાતા બિનઉપયોગી બન્યા

જામનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મનપાનું અખાધ તેલ કોઇ વેપારીએ ન ખરીદતા ફિયાસ્કો થયો’તો

લાલપુર બાળ વિકાસ યોજના હેઠળની કચેરીમાં 182 સીંગતેલના ડબ્બા ન વપરાતા બિનઉપયોગી બનતા ભારે આશ્ચર્યની સાથે અનેક સવાલ ઉઠયા છે. બે વર્ષ જૂના ડબ્બા વેંચવા માટે ભાવો મંગાવામાં આવ્યા છે. મનપાનું અખાધ તેલ કોઇ વેપારીએ ન ખરીદતા ફિયાસ્કો થયો હતો. જામ્યુકો દ્વારા મધ્યાહન ભોજન યોજના માટે પુરવઠા નીગમ દ્વારા ફાળવવામાં આવેલા સીંગતેલના 22 ડબ્બા ઉપયોગમાં ન લેવાતા અખાધ બનતા તેની હરાજી કરાઈ હતી.

પરંતુ કોઇએ તેલ ન ખરીદતા ફિયાસ્કો થયો હતો. લાલપુર બાળવિકાસ યોજના અધિકારી હેઠળની આઇસીડીએસ ઘટકમાં 182 સીંગતેલના ડબ્બા વણવપરેલા રહેતા એકસપાયર થઇ ગયા છે. અખાધ તેલ વેંચવા માટે કચેરી દ્વારા તા.18થી 28-10 સુધી વેપારીઓ પાસેથી ભાવ મંગાવાયા છે. ત્યારે અખાધ તેલની ખરીદી થશે કે કેમ તે એક સવાલ છે. વળી, ખરીદ કરનાર પાર્ટીએ આ તેલ ખાધ તરીકે ઉપયોગ નહીં કરીશું તેવું પ્રમાણપત્ર પણ આપવાનું રહેશે.

અન્ય સમાચારો પણ છે...