તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:લાખાણી સીમમાં ઘોડીપાસા ખેલતા 3 ઝબ્બે, 7 ફરાર થયા

જામનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • રોકડ, વાહન સહિત 3.77 લાખની મત્તા કબજે

જામનગર ગ્રામ્ય પંથકમાં ક્રાંઇમ બ્રાન્ચના પીઆઇ કે.જી. ચૌઘરીના માર્ગદર્શન પોલીસ ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી જે વેળા નાની લાખાણી ગામની સીમમાં અમુક શખ્સો એકત્ર થઇ ઘોડીપાસા વડે જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસ ટુકડીએ ત્યાં ધસી જઇ દરોડો પાડયો હતો જે દરોડા વેળા દશેક શખ્સો જુગાર રમતા માલુમ પડયા હતા.

આથી પોલીસે અશોકસિંહ કનુભા વાઘેલા(રે.નવાગામ ઘેડ), સોયલ હનીફભાઇ માકડીયા(રે.જામનગર) અને સુનિલ રવજીભાઇ પરમારને પકડી પાડી રૂ.32,200ની રોકડ, એક બાઇક અને એક કાર સહિત રૂ.3,77,700નો મુદામાલ કબજે કર્યો હતો. જોકે,આ દરોડા દરમિયાન લખન ચાવડા(રે.નવાગામ), હિતેન્દ્ર ઉર્ફે મિથુન ઝાલા (રે.નવાગામ), મુનાભાઇ કોળી (રે.નાગેશ્વર), સુખુભા વાઢેર (રે. નવાગામ), સાગર ગુજરીયા(રે.મધુવન સોસાયટી), સોનીભાઇ (રે.ખોડીયાર કોલોની) અને બરોટભાઇ (રે.નવાગામ) નાશી છુટયાનુ જાહેર થતા પોલીસે તમામની શોધખોળ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો