તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રેસ્કયુ:ખીલોશ ગામમાં 6 દિવસથી ડામરમાં ફસાયેલા સાપને બહાર કઢાયો

જામનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • લાખોટા નેચરલ કલબના સભ્યોને 45 મિનીટની જહેમત બાદ સફળતા

જામનગર શહેરની જાણીતી અને પ્રકુતિ તથા પર્યાવરણ માટે કાર્ય કરતી લાખોટા નેચરલ ક્લબ દ્વારા 20 વર્ષથી સતત કાર્યશીલ છે અને પર્યાવરણને લગતી તમામ પ્રવૃતિઓ કરી રહી છે ત્યારે કલબના સભ્યોને જાગૃત નાગરીક દ્વારા ફોન આવ્યેા કે, ખીલોશ ગામમાં 6 દિવસથી એકને એક જગ્યાએ સાપ જમીનની અંદર ડામરમાં ફસાય ગયો છે. આમ ફોન આવતા સભ્યાે દ્વારા સાપનું રેસ્કયુ કરી બહાર કાઢી જંગલમાં મુકી દેવામાં આવ્યો હતો.

શહેરમાં લાખોટા નેચર કલબ દ્વારા વૃક્ષારોપણ, પક્ષી બચાવ કાર્ય, સાપ બચાવ, ટ્રેનિંગ કેમ્પ જેવા કાર્ય કરવામાં આવી રહયા છે અને સંસ્થાના સભ્યો દ્વારા 24 કલાક સાપ કે પક્ષી બચાવ કાર્ય નિ:શુલ્ક સેવા પુરી પાડવામાં આવી રહી છે. જેમાં ખીલોશ ગામથી અેક જાગૃત નાગરીક દ્વારા સભ્યોને ફોન કરી જાણ કરવામાં આવી કે, 6 દિવસથી એકને એક જગ્યાએ સાપ જમીનની અંદર ડામરમાં ફસાય ગયો છે અને નિકળી શકતો નથી. આ અંગે સભ્ય પૃથ્વી વ્યાસ, મંથન ભટ્ટ તુરંત ઘટના સ્થળે પહોંચી સાપનું રેસ્કયુ કરી ફસાયેલા સાપને બહાર કાઢી કુદરતના ખોળે મુકત કરવામાં આવ્યેા હતો. આ કામગિરી અંદાજીત 45 મિનિટ સુધી ચાલી હતી અને સફળતા પણ મળી હતી.

અન્ય સમાચારો પણ છે...