લઘુત્તમ ટેકાના ભાવમાં વધારો:ખરીફ પાકમાં ગત વર્ષ કરતાં પ્રતિ ક્વિન્ટલ રૂ. 92થી 523 સુધીનો વધારો, કૃષિમંત્રીએ PMનો આભાર વ્યક્ત કર્યો

જામનગર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મગફળી, અડદ, તુવેરમાં રૂ. 300, મગમાં રૂ. 480, તલમાં રૂ. 523નો વધારો જાહેર કરાયો
  • વડાપ્રધાને આજે 2022-23ના ખરીફ પાકના ટેકાના ભાવ ઋતુની શરૂઆત પહેલાં જાહેર કર્યા
  • વડાપ્રધાને લઘુત્તમ ટેકાના ભાવનો વધારો જાહેર કરતાં રાઘવજી પટેલે આભાર વ્યક્ત કર્યો

ગુજરાતના ખેડુતો દ્વારા ખરીફ ઋતુ 2022-23ના મુખ્ય 14 પાકોની ટેકાના ભાવે જે ખરીદી કરવામાં આવે છે તેના ભાવો માટે ખેડૂતો વારંવાર ગુજરાત સરકાર તથા ભારત સરકારમાં પોતાની લાગણીઓ વ્યક્ત કરતા હતા. જેના ભાગરૂપે વડાપ્રધાન દ્વારા આજે ગુરૂવારે વર્ષ 2022-23ના ખરીફ પાકના ટેકાના ભાવ ખરીફ ઋતુની શરૂઆત પહેલાં સમયસર જાહેર કરવામાં આવ્યા છે. જેમાં ખરીફના 14 પાકોમાં ટેકાના ભાવે ખરીદી માટે ખેડૂતોના હિતમાં લઘુત્તમ વધારો કરવામાં આવ્યો છે. જેમાં પાક ઉછેરાનારાઓને તેમજ ઉપજ પર વળતરક્ષમ ભાવો મળે તેની ખાતરી કરી શકાય અને પાકના વાવેતરને સુનિશ્ચિત કરવામાં માટે ટેકાના ભાવ જે તે પાકના ખેતી ખર્ચના ઓછામાં ઓછા 50 ટકાથી 85 ટકા સુધીનો નફો મળે તે પ્રમાણે નક્કી કરવામાં આવ્યા છે. રાજ્યના ખેડૂતોની આવક બમણી થાય તે માટે જુદા-જુદા પાકમાં ગત વર્ષ કરતાં પ્રતિ ક્વિન્ટલ રૂપિયા 92થી 523 સુધીનો વધારો કરવામાં આવ્યો છે. રાજ્યના મુખ્ય પાક મગફળીમાં પ્રતિ ક્વિન્ટલ રૂપિયા 300નો વધારો કરી ટેકાનો ભાવ રૂપિયા 5850, તુવેરમાં રૂપિયા 300નો વધારો કરી ટેકાનો ભાવ રૂપિયા 6690, મગમાં રૂપિયા 480નો વધારો કરી ટેકાનો ભાવ 7755, તલમાં રૂપિયા 523નો વધારો કરી ટેકાનો ભાવ રૂપિયા 7830, અડદમાં રૂપિયા 300નો વધારો કરી ટેકાનો ભાવ રૂપિયા 6600, કપાસમાં રૂપિયા 355નો વધારો કરી રૂપિયા 6380 ટેકાના ભાવ જાહેર કરેલા છે.

રાજ્યના ખેડૂતોની આવક બમણી કરવા માટે ભારત સરકાર દ્વારા ટેકાના ભાવમાં કરવામાં આવેલો વધારો અને તેની સમયસર જાહેરાત કરવા માટે રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર માન્યો હતો.

અન્ય સમાચારો પણ છે...