તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દાદાગીરી:ખારાવેઢા ગામમાં પુત્રના પ્રેમલગ્નનો ખાર રાખી પ્રૌઢને માર મારીને ધમકી

જામનગર7 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચાલુ બાઇકે પાછળથી ઢીકો મારી પછાડી દઇ હડધુત કર્યાની 3 સામે ફરિયાદ નોંધાઈ
  • એટ્રોસિટી એક્ટ સહિતની કલમ હેઠળ ત્રણેય સામે ગુનો નોંધાયો, પોલીસ દ્વારા તપાસ

જામનગર તાલુકાના ખારાવેઢા ગામે રહેતા પ્રૌઢ ઉપર હુમલો કરી ધમકી ઉચ્ચારીને હડધુત કર્યાની ફરીયાદ ત્રણ શખ્સ સામે નોંધાઇ છે.ભોગગ્રસ્તના પુત્રએ પ્રેમલગ્ન કર્યાનો ખાર રાખી આ હુમલો કર્યાનુ ફરીયાદમાં જાહેર થયુ છે.પોલીસે એટ્રોસીટી એકટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.

પોલીસસુત્રોમાંથી મળતી વિગત મુજબ જામનગર તાલુકાના ખારા વેઢા ગામે રહેતા અમરશીભાઇ ખીમાભાઇ ચૌહાણ નામના પ્રૌઢએ પોતાને અપમાનજનક શબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી ઉચ્ચારવા અંગે પંચ એ પોલીસ મથકમાં જયસુખભાઇ પ્રેમજીભાઇ દુધાગરા, ભરતભાઇ પ્રેમજીભાઇ દુધાગરા અને ગોકળભાઇ ધનજીભાઇ ભંડેરી સામે નોંધાવી છે.આ બનાવની ભોગગ્રસ્નની ફરીયાદ પરથી પોલીસે એટ્રોસીટી એકટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.

ભોગ બનનાર પ્રૌઢના પુત્રએ આરોપીની પુત્રી સાથે થોડા સમય પુર્વે પ્રેમ લગ્ન કર્યા હોવાનો ખાર રાખીને ત્રણેયએ એકસંપ કરી હડધુત કરી ધમકી ઉચ્ચાર્યાનુ તેમજ આરોપી જયસુખભાઇએ તેના ચાલુ બાઇક પર તેને પાછળથી ઢીકો મારી પછાડી દઇ મુંઢ ઇજા કર્યાનુ ફરીયાદમાં જાહેર થયંુ છે. આ બનાવની ફરીયાદના આધારે પોલીસે ત્રણેય સામે એટ્રોસીટી એકટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...