• Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • In Khambhaliya, The Son Of The Vice President Of The Municipality Was Stabbed By Two Persons In Public With A Knife, Robbed Of A Gold Chain

જાહેરમાં મારામારી:ખંભાળિયામાં નગરપાલિકાના ઉપપ્રમુખના પુત્રને બે શખ્સોએ જાહેરમાં છરી બતાવી ઢોર માર માર્યો, સોનાની ચેનની લૂંટ ચલાવી

જામનગરએક મહિનો પહેલા
  • બંને શખ્સોએ કોઈપણ જાતના કારણ વગર ઉપપ્રમુખના પુત્રને બેફામ અપશબ્દો બોલી અને જાનથી મારી નાખવાની ધમકી આપી
  • પોલીસે આરોપીની અટકાયત કરી તપાસ હાથ ધરી

ખંભાળિયામાં રહેતા અને નગરપાલિકાના ઉપપ્રમુખના પુત્રને ભરબપોરે જાહેર માર્ગ પર અટકાવી બે શખ્સો દ્વારા બેફામ મારમારી અને છરીની અણીએ સોનાના કિંમતી ચેનની લૂંટ ચલાવી હતી. જે અંગે પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે.

બેફામ અપશબ્દો બોલી અને ઢીકાપાટુનો માર મારવા લાગ્યાં
આ ચકચારી બનાવની વિગત જોઈએ તો ખંભાળિયાની રામનાથ સોસાયટીમાં રહેતા તથા અહીંના જોધપુર ગેઈટ ચોકમાં દુકાન ધરાવતા અને નગરપાલિકાના ઉપપ્રમુખ જગુભાઈ રાયચુરાના 21 વર્ષીય પુત્ર રાહુલ રમેશભાઈ રાયચુરા શનિવારે બપોરે તેમના એક્ટિવા લઈને અહીંના નવા નાકા વિસ્તારમાંથી પસાર થઇ રહ્યા હતા. ત્યારે આ સ્થળે રહેલા અકબર ઉર્ફ હકો અલીભાઈ બ્લોચ અને બાવાજી કૈલાસનાથ ઉર્ફે કૈલો ખીમનાથ કંઠરાય નામના બે શખ્સોએ રાહુલને અટકાવી અને કહ્યુ કે, અમારે તારી સાથે ઝગડો કરવો છે. જોકે, રાહુલે કહ્યુ કે- હું વેપારીનો પુત્ર છું અને ઝગડો કરવો મારું કામ નથી. જેથી ઉશ્કેરાયેલા આ બંને શખ્સોએ કોઈપણ જાતના કારણ વગર રાહુલને બેફામ અપશબ્દો બોલી અને ઢીકાપાટુનો માર મારવા લાગ્યાં હતા.

સવા ત્રણ તોલાનો ચેન ઝુંટવી લીધો
આરોપી શખ્સોએ રાહુલને પછાડ્યો હતો. તેમજ બે શખ્સો પૈકી અકબર નામના શખ્સે પોતાની પાસે રહેલી છરી બતાવીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને રાહુલે ગળામાં પહેરેલો આશરે રૂપિયા એક લાખની કિંમતનો સવા ત્રણ તોલાનો ચેન ઝુંટવી લીધો હતો.

આ બબાલ સર્જાતા આસપાસના દુકાનદારો અને રહીશો એકત્ર થઇ ગયા હતા અને રાહુલને છોડાવ્યો હતો. બાદમાં આરોપી શખ્સો સોનાનો ચેન લઈને આ સ્થળેથી નાસી ગયા હતા. આ બનાવ આ અંગે ખંભાળિયા પોલીસે બંને શખ્સો સામે આઇપીસી કલમ 379 (બી), 504, 506 (2), 114 તથા જી.પી. એક્ટની કલમ મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી
વેપારી પુત્રને કોઈપણ પ્રકારના કારણ વગર અટકાવી અને જાહેરમાં સોનાનો ચેન ઝુંટવી લેવાના આ બનાવના શહેરભરમાં ઘેરા પ્રત્યાઘાતો પડયા છે. જે સંદર્ભે પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી, રિમાન્ડ સહિતની ધોરણસર કાર્યવાહી કરી છે.

અન્ય સમાચારો પણ છે...