ફરિયાદ:કનસુમરામાં મહિલાને ગાળો ભાંડી ઢીકાપાટુનો માર માર્યો

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મેઘપરમાં ઘર પાસે ગાળો બોલવાની ના પડતા વેપારીને ધમકી અપાઈ
  • 1 મહિલા, બે પુરૂષ​​​​​​​ સહિત 3 સામે હુમલાની ફરિયાદ નોંધાઈ

જામનગરની ભાગોળે કનસુમરા ગામે રહેતા એક મહિલાને ગાળો ભાંડી ઢીંકાપાટુનો માર માર્યાની ફરીયાદ એક મહિલા અને બે પુરૂષ સહિત ત્રણ સામે નોંધાઇ છે.જયારે મેઘપરમાં વેપારીએ ઘર પાસે અપશબ્દો બોલવાની ના પાડતા ઉશ્કેરાયેલા બે શખસે ગાળો ભાંડી ધમકી આપ્યાની ફરીયાદ થઇ છે.

પોલીસસુત્રોમાંથી મળતી વિગત અનુસાર જામનગર નજીક કનસુમરામાં જમાતખાનાની બાજુમાં રહેતા રૂકશાનાબેન રહીમભાઇ બાબવાણી નામના મહિલાએ પોતાને પેટના ભાગે ઢીકકો મારી તેમજ ઢીંકાપાટુનો માર મારી ગાળો ભાંડવા અંગે પંચ બી પોલીસ મથકમાં શરીફાબેન જુસબભાઇ બાબવાણી, હાસમ હાજીભાઇ બાબવાણી અને નાઝિર અલ્લારખા બાબવાણી સામે નોંધાવી છે.

જયારે જામનગર-ખંભાળિયા હાઇવે પર મેઘપર ગામે રહેતા અને દુકાન ચલાવતા હરપાલસિંહ કનુભા કંચવા નામના વેપારીએ પોતાને ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે મેઘપર પોલીસમાં વિક્રમસિંહ અને જીતેન્દ્રસિંહ સામે ફરીયાદ નોંધાવી છે.આરોપીઓ ભોગ બનનારની દુકાન પાસે ગાળો બોલતા હોય,ત્યારે ફરીયાદીએ ઘર બાજુમાં હોય,ગાળો બોલવાની ના પાડતા આ બનાવ બન્યો હોવાનુ ફરીયાદમાં જાહેર થયુ છે.

અન્ય સમાચારો પણ છે...