વિવાદ:લાલપુરના કાનાલુસ ગામમાં પ્રેમસંબંધ મામલે બે પક્ષે તકરાર

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બંને પક્ષના 7 લોકો ઘવાતા હોસ્પિટલ ખસેડાયા, સામસામી ફરિયાદ

લાલપુર તાલુકાના કાનાલૂસ ગામમાં એક યુવક અને યુવતીના પ્રેમ સંબંધ મામલે બંને પક્ષે તકરાર થઈ હતી, અને સામસામા હુમલા કરાયા હતા. જેમાં બંને પક્ષની સાત વ્યક્તિઓ ઘાયલ થઈ છે. પોલીસે બંને પક્ષની સામ સામી ફરિયાદો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે, લાલપુર તાલુકાના કાનાલુસ ગામમાં રહેતા અમુભાઈ હરજીભાઈ ચાવડા નામના 38 વર્ષના યુવાને પોતાના ઉપર તેમજ પોતાના ભાઈ સુરેશ અને પોતાના પિતા હરજીભાઈ ઉપર ધારિયા-પાઇપ તથા લાકડી જેવા હથિયારો વડે હુમલો કરી ઇજા પહોંચાડવા અંગે પોતાના જ ગામના ગોવિંદ વાલાભાઈ સોલંકી, બુધાભાઈ વાલાભાઈ સોલંકી, કિશોર બુધાભાઈ સોલંકી અને રાજાભાઈ જસાભાઈ ભરવાડ સામે ફરિયાદ નોંધાવી છે.

જ્યારે ત્રણેય ઇજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર અપાઇ છે.પોલીસ ફરિયાદના જાહેર કરાયા અનુસાર ફરિયાદી અમુભાઈ ના કાકા નટુભાઈનો દીકરો કિરીટ કે જે ગોવિંદભાઈની પુત્રી સાથે પ્રેમ સંબંધ ધરાવતો હોવાથી બંને પક્ષે અગાઉ તકરાર થઈ હતી. જેના મન દુ:ખના કારણે ગઈકાલે ફરીથી હુમલો કરાયો હોવાનું પોલીસમાં જાહેર થયું છે.આ ઉપરાંત સામા પક્ષે પણ ગોવિંદભાઈ સોલંકીના જૂથ ઉપર વળતો હુમલો કરાયો હતો. જેમાં સાત વ્યક્તિ ઘાયલ થઈ છે અને તેઓને પણ પ્રાથમિક સારવાર અપાઈ છે.મેઘપર પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળે તેમજ હોસ્પિટલે દોડી ગયો હતો અને ગોવિંદભાઈના જૂથની વળતી ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે. પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...