તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલારના આ સ્થળોએ સર્જાયા અપસેટ:કાલાવડ તાલુકા પંચાયતમાં કોઇ પક્ષને બહુમતી ન મળતાં સત્તાની સાઠમારી

જામનગર7 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 18 માંથી ભાજપને 8, કોંગ્રેસને 7 બેઠક મળતાં ખેંચતાણ શરૂ
  • આમ આદમી પાર્ટી અને અપક્ષ કોને સાથ આપશે તેના પર મીટ

કાલાવડ તાલુકા પંચાયતની ચૂંટણીમાં એક પણ રાજકીય પક્ષને બહુમતી ન મળતાં સતાની સાંઠમારી સર્જાઇ છે. કારણ કે, કુલ 18 માંથી ભાજપને 8, કોંગ્રેસને 7 બેઠક મળતાં ખેંચતાણ શરૂ થઇ છે. આમ આદમી પાર્ટી અને અપક્ષ કોને સાથ આપશે તેના પર મીટ મંડાઇ છે. કાલાવડ તાલુકા પંચાયતમાં કુલ 18 બેઠક છે. પંચાયતમાં શાસનધૂરા સંભાળવા માટે 9 બેઠક જરૂરી છે. પરંતુ તાલુકા પંચાયતમાં ભાજપને 8, કોંગ્રેસને 7, આમ આદમી પાર્ટીને 2 અને અપક્ષને 1 બેઠક મળતા કોઇને સ્પષ્ટ બહુમતી મળી નથી. આથી પંચાયતમાં શાસન માટે ખેંચતાણ શરૂ થઇ છે. ચૂંટાયેલા સભ્યોને પોતાની સાથે રાખવા ભાજપ અને કોંગ્રેસે ગોઠવણ શરૂ કરી છે. પરંતુ આમ આદમી પાર્ટી અને અપક્ષ ઉમેદવાર કોનો સાથ આપશે તેના પર મીટ મંડાઇ છે.

રાવલ નગરપાલિકામાં વ્યવસ્થા પરિવર્તન પાર્ટી જાયન્ટ કીલર બની
હાલારની ત્રણ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં જામરાવલ નગરપાલિકાની ચૂંટણીમાં વ્યવસ્થા પરિવર્તન પાર્ટીએ ભાજપ અને કોંગ્રેસને પછડાટ આપી જાયન્ટ કીલર બનતા મુખ્ય રાજકીય પક્ષની છાવણીમાં ભૂકંપ આવ્યો છે. જો કે, બે નગરપાલિકા પૈકી સિકકા કોંગ્રેસ અને ખંભાળિયા ભાજપ જાળવી રાખવામાં સફળ રહી છે.

જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સિકકા, ખંભાળિયા અને રાવલ નગરપાલિકાની ચૂંટણીની મતગણતરી મંગળવારે યોજાઇ હતી. જેમાં મતગણતરીના અંતે રાવલનગરપાલિકાની કુલ 6 વોર્ડની 24 બેઠકમાંથી 12 બેઠક ચૂંટણીમાં પ્રથમ વખત ઝંપલાવનાર વ્યવસ્થા પરિવર્તન પાર્ટીને મળતા ભાજપ-કોંગ્રેસની છાવણીમાં સન્નાટો પ્રસરી ગયો હતો. રાવલ પાલિકામાં ભાજપને 8 અને કોંગ્રેસને ફકત 4 બેઠક મળી હતી. અત્રે નોંધનીય છે કે, વર્ષ-2015 ની ચૂંટણીમાં રાવલ નગરપાલિકમાં કોંગ્રેસનું શાસન હતું. સિકકા નગરપાલિકામાં કુલ 7 વોર્ડની 28 બેઠકમાંથી કોંગ્રેસને 14 બેઠક, ભાજપને 12 અને એનસીપીને 2 બેઠક મળી હતી. ગત ચૂંટણીમાં સિકકા નગરપાલિકમાં કોંગ્રેસનો વિજય થયો હતો.

અન્ય સમાચારો પણ છે...