કોરોના મહામારી:જામનગર શહેરમાં માત્ર 4 દિવસમાં જ કોરોના કેસ 9 ગણા વધ્યા

જામનગર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • હવે, સાવધાન નહીં રહીએ તો ફરી ઘરમાં પૂરાવું પડશે

જામનગર શહેરમાં 4 દિવસમાં જ કોરોનાના પોઝિટિવ કેસો 9 ગણા વધીને બુધવારે પોઝિટિવની સંખ્યા 19 પર પહોંચી છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં ફક્ત 1 પોઝિટિવ કેસ નોંધાયો છે. તંત્ર કોરોના સામે શહેરમાં લડવા માટે કડક બનીને તેની અમલવારી યોગ્ય રીતે કરાવે તે હવે જરૂરી બન્યું છે અન્યથા જામનગરમાં ત્રીજી લહેરની આશંકા દૂર નથી.

જામનગરમાં કોરોનાના કેસો 4 દિવસમાં 9 ગણા વધી ગયા છે. સરકારી આંકડા મુજબ, શહેરમાં વધુ 19 લોકો પોઝિટિવ આવ્યા છે. જ્યારે 2 વ્યક્તિઓને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયા છે. ગ્રામ્ય વિસ્તારમાં ફક્ત 1 કોરોના પોઝિટિવ કેસ નોંધાયો છે.

શહેરમાં લોકોની બેદરકારીના પગલે તા.2ના રોજ જે પોઝિટિવ કેસોની સંખ્યા માત્ર 2 હતી તે તા.5ના રોજ 19 પર પહોંચી ગઈ છે. હજુ પણ લોકો સાવધાની નહીં રાખે અને તંત્ર દ્વારા કોરોનાની ગાઈડલાઈનની કડક અમલવારી કરાવવામાં નહીં આવે તો જી.જી.માં જૂના દ્રશ્યો ફરી જોવા મળશે તે દિવસો દૂર નથી.

જામનગર શહેરમાં કોરોનાના કેસોમાં છેલ્લા 4 જ દિવસમાં જંગી ઉછાળો આવતા આરોગ્ય તંત્ર ચોંકી ઉઠયું છે. ગત 2 જાન્યુઆરીના દિવસે શહેરમાં કોરોનાના માત્ર 2 કેસ હતાં, તે તા. 5 જાન્યુઆરીએ વધીને 19 સુધી પહોંચી ગયા છે. જો આવો જ વધારો નોંધાતો રહ્યો તો ભૂતકાળના વરવા દૃશ્યો વર્તમાન બનીને પુનર્જીવિત બનશે તે નિ:શંક છે

અન્ય સમાચારો પણ છે...