તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના એલર્ટ:જામનગરમાં 24 કલાકમાં જ કોરોનાએ ફિફ્ટી ફટકારી, વધુ 53 કેસ, 8ના મોત

જામનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
 • એલર્ટ : શહેરી વિસ્તારોની સાથે ગ્રામ્ય પંથકમાં પણ કોરોનાનુ સંક્રમણ ભયજનક રીતે વધી રહ્યું છે
 • બે દિવસમાં 80 દર્દીઓ સ્વસ્થ થતા ડિસ્ચાર્જ કરાયા, 86 નવા દર્દીઓ નોંધાયા : આરોગ્ય તંત્રમાં દોડધામ

જામનગર શહેર-જિલ્લામાં છેલ્લા 48 કલાક દરમિયાન કોરોનાના વધુ 86 કેસ સામે આવ્યા છે જેમાં શહેરી વિસ્તારોમાં જ વધુ 56 કેસ સામે આવ્યા છે જેમાં મંગળવારે એક જ દિવસમાં શહેરમાં વધુ 31 અને ગ્રામ્યમાં વધુ 22 કેસ નોંધાયા છે.બે દિવસ દરમિયાન વધુ આઠ દર્દીઓના મોત નિપજયાનુ બહાર આવ્યુ છે.હોળી પર્વ બાદ કોરોનાનુ સંક્રમણ વકરી રહયુ હોવાનુ ચિત્ર ઉપસી રહયુ છે.જામનગરમાં છેલ્લા પખવાડીયાથી કોરોનાના કેસોમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળી રહયો છે.

ખાસ કરીને તહેવારો ટાંકણે જન બેદરકારીએ પણ મહામારીને ઇજન આપ્યુ હોવાનુ ચિત્ર ઉપસી રહયુ છે.જામનગર શહેરમાં સોમવારે ધુળેટી પર્વએ 25 કેસ અને ગ્રામ્યમાં 08 કેસ નોંધાયા હતા જે બાદ મંગળવારે આંકડામાં ભારે ઉછાળો આવતા શહેરમાં વધુ 31 અને ગ્રામ્યમાં વધુ 22 પોઝીટીવ સામે આવ્યા હતા.આમ,શહેર-જિલ્લામાં છેલ્લા 48 કલાકમાં જ કોરોનાના વધુ 86 સંક્રમિતો બહાર આવ્યા છે.

બીજીબાજુ છેલ્લા બે દિવસમાં વધુ આઠ દર્દીઓના મૃત્યુ નિપજયા હોવાનુ બહાર આવ્યુ છે. જયારે હોળી-ધુળેટી પર્વ બાદ કોરોનાના કેસોમાં વધારાના પગલે આરોગ્ય તંત્રમાં પણ દોડધામ મચી છે જયારે લોકોમાં પણ ચિંતા વ્યાપી છે.

વકિલ હત્યાના આરોપી ત્રિપુટી પોઝિટિવ
જામનગરના વકીલ કિરીટી જોશીની હત્યા પ્રકરણમાં પોલીસે આરોપી દિલીપ પુજારા, હાર્દિક પુજારા અને જયંત અમૃતભાઇની ધરપકડ કરી બાર દિવસના રીમાન્ડ મેળવી પુછતાછ હાથ ધરી છે જેના રીમાન્ડ તા. 31ના રોજ પુર્ણ થતા હોવાથી પોલીસે તેના કોવિડ પરીક્ષણ કરાવ્યા હતા જે ત્રણેયના રીપોર્ટ પોઝીટીવ આવ્યા છે.જે ત્રણેયના સંપર્કમાં રહેલા પોલીસ કર્મીઓના ટેસ્ટ માટે પણ તજવિજ હાથ ધરાઇ રહી છે.

વધુ 80 લોકોએ કોરોનાને આપી મ્હાત
જામનગર શહેર-જિલ્લામાં છેલ્લા 48 કલાક દરમિયાન વધુ 80 લોકો સ્વસ્થ થતા તેઓને ડીસ્ચાર્જ કરાયા હતાં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો