• Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • In Jamnagar's Ward No. 11, Dengue Cases Are On The Rise And People Are Shouting 'Trahimam', Mu. Commissioner Vijay Kharadi Visited The Area

સમસ્યા:જામનગરના વોર્ડ નંબર 11માં ડેન્ગ્યુના કેસમાં વધારો થતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યાં, મ્યુ. કમિશ્નર વિજય ખરાડીએ વિસ્તારની મુલાકાત લીધી

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વોર્ડ નંબર 11માં ભૂગર્ભ ગટર અને વરસાદી પાણી ભરાવાની સમસ્યાને લઈ રોગચાળો ફાટવાની દહેશત
  • મ્યુ.કમિશ્નરે સ્થળ તપાસ કરી વરસાદ પાણીનો નિકાલ કરવાની કામગીરી માટે અધિકારીઓને સુચના આપી

જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નં.11ના નારાયણનગરમાં ડેન્ગ્યુના કેસમાં વધારો થતા તેમજ ભૂગર્ભ ગટર બાબતે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યાં છે. ત્યારે આજે બુધવારે ડેપ્યુટી મેયર તપન પરમારની રજૂઆત બાદ મ્યુ. કમિશ્નર વિજય ખરાડીએ વિસ્તારની મુલાકાત લીધી હતી.

શહેરના ગુલાબનગર વિસ્તારમાં વરસાદી પાણીના ભરાવાને કારણે ગંદકીથી લોકો મુશ્કેલી ભોગવી રહ્યા છે. તંત્રને અનેક વખત ફરીયાદો કરી હોવા છતાં કોઈ નિકાલ ન આવતા લોકો કંટાળીગયા છે. જામનગરનો વોર્ડ નં.11 એટલે કે ગુલાબનગર, નારાયણનગર વિસ્તાર, જ્યાં છેલ્લા ઘણા સમયથી વરસાદી પાણીનો ભરાવો થયો છે, જેનો કોઇ જ નિકાલ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યો નથી.

આ વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાથી ગંદકી અને કાદવકીચડના કારણે મચ્છરનો ઉપદ્રવ પણ વધી ગયો છે. જેથી ડેન્ગ્યુના કેસ પણ આ વિસ્તારમાં વધ્યાં છે અને ભૂગર્ભ ગટરના પ્રશ્ન બાબતે પણ કેટલાક વિસ્તારના લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે વિસ્તારના લોકો દ્વારા અનેકવાર ફરીયાદો કરવા છતાં નિકાલ આવ્યો ન હતો. જેથી પદાધિકારીઓ અને ડેપ્યુટી મેયર તપન પરમારે કમિશ્નરને રજૂઆત કરી હતી.

મ્યું. કમિશ્નર વિજય ખરાડીએ અધિકારીઓને સાથે લઈ પ્રશ્નનું નિરાકરણ માટે સ્થળ પર ગયા હતા અને માહિતી મેળવી હતી. ભુગર્ભ ગટર બાબતે અધિકારીઓને તાત્કાલિક નિકાલ કરવા સૂચના આપી અને જે વરસાદી પાણીનો ભરાવો થયો છે તેને પણ નિકાલની કામગીરી કરવાના આદેશ આપ્યાં છે. સ્થળ પર નિરીક્ષણ કરતી વેળાએ ડેપ્યુટી મેયર તપન પરમારે કમિશ્નરને રજૂઆત કરી હતી અને ભૂગર્ભ ગટરથી પાણી ભરાયેલા પ્રશ્નની સમસ્યા નિરાકરણ માટે પણ રજૂઆત કરી હતી. તે સમયે વિસ્તારના લોકો પણ એકઠા થઇ ગયા હતા.

મ્યુ. કમિશ્નર વિજય ખરાડીએ રૂબરૂ મુલાકાત લઈ જાત નિરીક્ષણ કરી રહેવાસીઓની સમસ્યાઓ સાંભળી તાત્કાલિક નિરાકરણ માટે આદેશ આપ્યાં હતા. આ તકે તેમની સાથે ડે.કમિશ્નર ભાર્ગવ ડાંગર, સિટી એન્જીનિયર શૈલેષ જોશી તેમજ અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મ્યુ.કમિશ્નરની મુલાકાતથી લોકોને આશા બંધાઇ છે.

અન્ય સમાચારો પણ છે...