જામનગરના દરિયા કિનારે આવાલે સચાણા ગામ પાસેથી પીકઅપ વાનમાંથી 80 હજારના મચ્છી બોક્સના કેરેટની લૂંટની ઘટના સામેઆવી છે. પેટ્રોલ પંપ પાસે રેલના કાંઠા પાસે સવારે પીકઅપ વાનમાંથી 80 હજારની મચ્છીના બોકસના કેરેટની લૂંટ ચલાવવામાં આવી હતી. આ અંગે જાણ કરતા જામનગર પંચકોશી એ ડિવિઝન પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને અહેમદ સોઢા સહિત સાત શખ્સો સામે ગુનો નોંધી પાંચની અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ સચાણા ગામમાં રૂપિયાની લેવડદેવડ મામલે લૂંટની ઘટના સામે આવી છે. સવારે સચાણા ગામની અંદર આવેલા પેટ્રોલ પંપ પાસેથી પીકઅપ વાન લઈને જતા બે લોકોને ગાડી ઉભી રાખીને મચ્છી બોક્સ કેરેટની લૂંટ ચલાવવામાં આવી હતી. પોલીસે અહેમદ સોઢા સહિત સાત શખ્સો સામે ગુનો નોંધી પાંચની અટકાયત કરી છે.
પીકપ ગાડીમાંથી સાત લોકો જબરજસ્તીથી મચ્છીના બોક્સના કેરેટની લઈ જતા સોશિયલ મીડિયામાં વીડિયો પણ વાયરલ થયો છે. પોલીસે વીડિયોના આધારે પાંચ શખ્સોની અટકાયત કરી છે અને લૂંટનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.