તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • In Jamnagar's Khaki Nagar, A Scuffle Broke Out With The Police Who Went To Investigate The Application, The Husband Acted And The Wife Threatened.

માથાકૂટ:જામનગરના ખાખી નગરમાં અરજીની તપાસ કરવા ગયેલી પોલીસ સાથે ઝપાઝપી, પતિએ નાટક કર્યા અને પત્નીએ ધમકી આપી

જામનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • દંપતિએ સરકારી વાહન સાથે માથા પછાડી અટકાયત ટાળવાનો પ્રયાસ કર્યો
  • પોલીસે ફરજમાં રૂકાવટની ફરિયાદ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી

જામનગરના ખાખી નગર વિસ્તારમાં દંપતિ વિરુદ્ધ અવાર-નવાર થતી અરજી સંદર્ભે પોલીસની ટીમ તપાસ માટે ગઈ હતી તે દરમિયાન અટકાયત ટાળવા માટે શખ્સે પોલીસ કર્મચારી સાથે ઝપાઝપી કરી હતી. જ્યારે તેની પત્નીએ દવા પી એટ્રોસિટીના કેસમાં પોલીસ કર્મચારીને ફસાવી દેવાની ધમકી આપી વીડિયો બનાવતા પોલીસે ફરજમાં રૂકાવટનો ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી હતી.

બનાવ અંગે મળતી માહિતી મુજબ, જામનગર શહેરના ખાખી નગર વિસ્તારમાં રિદ્ધિ સિદ્ધિ રેસ્ટોરેન્ટમાં રહેતા ધર્મેશ ઉર્ફે ધમો રસિક ગોહિલ નામના શખ્સ વિરુદ્ધ આવેલી અરજીની તપાસમાં હેડ કોન્સ્ટેબલ ધવલગીરી ગોસાઈ સહિતની ટીમ ગઈ હતી. પોલીસની ટીમે ધર્મેશ ગોહિલની અટકાયત કરવા જતાં ધર્મેશ ગોહીલ સરકારી વાહનનો દરવાજો પકડી નીચે પટકાયો હતો. ત્યારબાદ પોલીસ કર્મીઓનો કાઠલો પકડી ઝપાઝપી કરી કપડાં ફાડી નાખ્યા હતા. જ્યારે પતિ ધર્મેશની અટકાયત કરવા માટે પત્ની હેતલે પતિની અટકાયત માટે અડચણ ઊભી કરી દવા પી એટ્રોસિટીના કેસમાં ફસાવી દેવાની પોલીસ કર્મચારીને ધમકી આપી હતી. આ ઉપરાંત વીડિયો બનાવી પતિ ધર્મેશની ધરપકડ ટાળવા માટે પ્રયાસ કર્યો હતો.

આ બનાવ દરમિયાન ધર્મેશ ગોહિલ સરકારી વાહનમાં તેનું માથું ભટકાટી અગાઉ કરાવેલા ઓપરેશનની જગ્યાએ તેના હાથે જ ખંજવાળી લોહી કાઢી ખોટા કેસમાં ફસાવી દેવાની પોલીસ કર્મચારીઓને ધમકી આપી ફરજમાં રૂકાવટ કરી હતી.

આ સમગ્ર કાર્યવાહી દરમિયાન પતિ-પત્નીએ પોલીસ કર્મચારીઓની ફરજમાં રૂકાવટ કરી પોલીસ કર્મચારીના કપડા ફાડી નાખી અને પત્નીએ દવા પી એટ્રોસિટીના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપતાં હેડ કોસ્ટેબલ ધવલગીરીએ ધર્મેશ ગોહિલ અને હેતલ ધર્મેશ ગોહિલ નામના દંપતિ વિરુદ્ધ ફરજમાં રૂકાવટનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...