ફરિયાદ:જામનગરમાં પૈસાની ઉઘરાણી કરી એક શખસે વૃદ્ધા સહિત બે મહિલાને માર માર્યો

જામનગર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હોસ્પિટલ ખસેડાયેલા વૃદ્ધાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી

જામનગર શહેરમાં શંકરટેકરી વિસ્તારમાં સિધ્ધાર્થ કોલોની શેરી નં.5માં રહેતાં એક શખ્સે એક વૃધ્ધ મહિલા સહિત બે મહિલા ઉપર હુમલો કરી માર માર્યો હોવાની પોલીસ દફતરે ફરિયાદ નોંધાઇ છે. વૃધ્ધાની પુત્રવધુ પાસે અવારનવાર પૈસાની માંગણી કરી બોલાચાલી કરી આરોપીએ માર માર્યો હોવાનું પોલીસમાં જાહેર થયું છે. જામનગરમાં શંકરટેકરી વિસ્તારમાં સિધ્ધાર્થ કોલોની શેરી નં.5માં રહેતાં રાજીબેન ભાણજીભાઇ પડાયા (ઉ.વ.90) અને ગંગાબેન પર બાજુમાં રહેતાં ગૌતમ હરીભાઇ પડાયા નામના શખ્સે હુમલો કરી માર માર્યો હતો. પગના ભાગે લાકડીથી માર મારી ગંગાબેનને તેમજ રાજીબેનને માથાના ભાગે માર મારી ઇજા પહોંચાડી હતી.

આ બનાવ અંગે સારવાર લીધા બાદ રાજીબેને આરોપી સામે સિટી સી ડિવિઝન પોલીસ દફતરમાં ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે પીએસઆઇ એસ.એમ. સિસોદિયા સહિતના સ્ટાફે તપાસ હાથ ધરી છે. આરોપીએ વૃધ્ધ રાજીબેનની પુત્રવધૂ પાસેથી પૈસાની અવારનવાર માંગણી કરી હતી. પૈસા ન આપતા આરોપીએ ઉશ્કેરાઇને બોલાચાલી કરી હતી. ત્યારબાદ હુમલો કર્યો હોવાનું ફરિયાદમાં જાહેર થયું છે.

અન્ય સમાચારો પણ છે...