કપાતર પુત્ર:જામનગરમાં પિતાએ લાઇટ બંધ કરવાનું કહેતાં ઉશ્કેરાયેલો પુત્રે પિતા પર જીવલેણ હુમલો કર્યો

જામનગર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તમને બન્નેનેને છરીના ઘા મારી પતાવી દેવા છે, કહી ધમકી પણ આપી

કળિયુગમાં ભાઈ, બેન, પિતા, પુત્ર અને પુત્ર-પુત્રીનો સંબંધ વેરવિખેર થઈ જશે એવી વાયકાઓને વધુ એક વખત જામનગરમાં બળ મળ્યું છે. કારણ કે અહીં રહેતા એક કપાતર પુત્રએ તેની જનેતા અને પિતાને છરી બતાવીને પતાવી દેવાની ધમકી આપી છે. કંઈ કામ ધંધો ન કરતા પુત્રએ જાનથી મારી નાખવાની ધમકી આપતા ફીકે ચહેરે પોલીસ દફતર પહોંચેલા પિતાએ તેના જ પુત્ર સામે ફરિયાદ નોંધાવી છે.

વધારાની ચાલુ લાઈટ બંધ કરવાનું કહેતા પુત્ર ઉશ્કેરાયો
જામનગરમાં અપરણિત નફફટ પુત્રએ પોતાના જ સગા માતા પિતાને છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી છે. આ માતા પિતાનો વાંક માત્ર એટલો છે કે પિતાએ તેના અપરણિત પુત્રને વધારાની ચાલુ લાઈટ બંધ કરવાનું કહ્યું હતું. જેથી પુત્ર જીગરે પિતા સાથે બોલાચાલી કરી, માતાને જેમ ફાવે તેમ ગાળો આપી હતી. હદ તો ત્યારે થઈ જ્યારે પુત્રએ પિતા પર હુમલો કરી શરીરે ઢીકા પાટુનો માર માર્યો, ‘આજે તમને બન્નેને ને છરીના ઘા મારી પતાવી દેવા છે’ તેમ કહી જિગરે માતા પિતાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે સીટી એ ડિવિઝન પોલીસે કપાતર પુત્ર સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...