તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રસીકરણ કેમ્પ:જામનગરમાં વોર્ડ નં. 11 અને 15માં વેકિસનેશન માટે કેમ્પનું આયોજન કરાયું, બીજા ડોઝ માટે વ્યવસ્થા કરાઈ

જામનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભાગ્યલક્ષ્મી એજયુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મહાનગરપાલિકાના સહયોગથી નાગરિકોને કોરોના વેક્સિન આપી રક્ષિત કરાયા

જામનગર શહેરમાં ભાગ્યલક્ષ્મી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જામનગર મહાનગરપાલિકાના સહયોગથી ગત માસ શહેરના વિવિધ વોર્ડમાં કોરોના પ્રતિરોધક રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રસી લીધેલા લોકોને બીજા ડોઝ માટે આજરોજ વોર્ડ નંબર 11 તથા 15 માં વેક્સિનેશન કેમ્પ યોજાયા હતા.

જામનગર શહેરના નાગરિકો વધુમાં વધુ પ્રમાણમાં કોરોના પ્રતિરોધક રસીકરણ કેમ્પોનો લાભ લઇ રસીકરણ કરાવે તે માટે ભાગ્ય લક્ષ્મી ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેન અને રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ લોકોને રસીનો બીજો ડોઝ લઇ રસીકરણની પ્રક્રિયાને પૂર્ણ કરી કોરોના સામે લડત આપવામાં સહયોગ આપવા અનુરોધ કરતાં શહેરના વોર્ડ નંબર- 11 ખાતે હાપા, ચામુંડા માતાજી મંદિર, અને વોર્ડ નં. 15 માં સુર્યદિપ હાઇસ્કુલ, રડાર રોડ, ગોકુલ નગર ખાતે રહેતા 45 વર્ષથી ઉપરની ઉંમરના રહેવાસીઓને કોરોના પ્રતિરોધક રસી આપવા માટેના કેમ્પનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

આ કેમ્પમાં મેયર બિનાબેન કોઠારી, ડેપ્યુટી મેયર તપન પરમાર, સ્ટેન્ડીંગ કમિટીના મનિષ કટારિયા, દંડક કેતનભાઇ ગોસાણી, શાસક પક્ષના નેતા કુસુમબહેન પંડયા, શહેર ભાજપ પ્રમુખ વિમલભાઈ કગથરા, શહેર મહામંત્રી મેરામણભાઈ ભાટુ, વિજયસિંહ જેઠવા, પ્રકાશભાઈ બાંભણીયા, કોર્પોરેટર ઓ ધર્મરાજસિંહ જાડેજા, તથા વેકશીન લેનાર નાગરિકો ઉપસ્થિત રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...