ત્રિદિવસીય રત્નત્રયી મહામહોત્સવ:જામનગરમાં બે બહેનોનું સંયમના માર્ગે પ્રયાણ, વરસીદાનનાે વરઘોડાે નીકળ્યો

જામનગર8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બંને દિક્ષાર્થી બહેનોએ લોકોનું અભિવાદન ઝીલી વંદન કર્યા

જામનગરમાં દીક્ષા લઇ સંયમના માર્ગે પ્રયાણ કરનાર બે બહેનોનો વરસીદાનનો વરધોડો નિકળ્યો હતો. બંને દિક્ષાર્થી બહેનોએ લોકોનું અભિવાદન ઝીલી વંદન કર્યા હતાં.ધ્રોળ-જામનગર નિવાસી લલિતાબેન પ્રેમચંદભાઈ ચત્રભૂજ શાહ પરિવાર તથા અશ્રુબેન સેવંતીલાલ શાહ પરિવારના બે દીક્ષાર્થી બહેનો સ્નેહા અને સલોની આગામી તા. 10 માર્ચે સંયમના માર્ગે પ્રયાણ કરી દીક્ષા અંગિકાર કરશે. જામનગરમાં દીક્ષા અંગે ત્રિદિવસીય રત્નત્રયી મહામહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત ગુરૂવારના જામનગરના મુખ્યમાર્ગો પર દીક્ષાર્થી બહેનોનો ભવ્ય વરસીદા વરઘોડો નીકળ્યો હતો.

જેમાં જૈન મુનિ, મહાસતીજી, જૈન સમાજના આગેવાનો, ધર્મપ્રેમીઓ મોટી સંખ્યામાં જોડાયા હતાં. શણગારેલા રથમાં દીક્ષાના માર્ગે પ્રયાણ કરનાર બન્ને દીક્ષાર્થીઓએ સૌનું અભિવાદન ઝીલી વંદન કર્યા હતાં. શુક્રવારે રાત્રે 8 કલાકે શાંતિનાથ જીનાલય (મોટા શાંતિનાથ) માં શાંતિધારા અભિષેક થશે. આ સાથે સન્માન તથા વિદાય સમારોહ યોજાશે. સંવેદના અમદાવાદના ભાવિકભાઈ મહેતા રજૂ કરશે. દીક્ષાની વિધિ વિપુલભાઈ ખંભાતવાળા કરાવશે.

અન્ય સમાચારો પણ છે...