તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • In Jamnagar, Two Men Who Had An Immoral Relationship With Their Wife Threatened Their Husband, Strangled Him And Shortened His Life.

આપઘાત:જામનગરમાં પત્ની સાથે અનૈતિક સંબંધ ધરાવતા બે શખ્સોએ પતિને ધમકાવ્યો, પતિએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

જામનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મૃતકના ભાઇએ સાત શખ્સો વિરૂધ્ધ મરી જવા મજબૂર કર્યાની ફરિયાદ નોંધાવી

જામનગર શહેરના સાધના કોલોની વિસ્તારમાં રહેતા યુવાનને તેની પત્ની સાથે અનૈતિક સબંધો રાખવાનીના પાડતા બે શખ્સોએ છૂટા-છેડા લઇ લેવા અને ટાંટિયા ભાંગી નાખવાની ધમકી આપી અવાર-નવાર અપાતા ત્રાસથી કંટાળી યુવાને ગળેફાંસો ખાઇ આત્મહત્યા કર્યાના બનાવમાં મૃતકના ભાઇએ સાત શખ્સો વિરૂધ્ધ મરી જવા મજબૂર કર્યાની ફરિયાદ નોંધાવી હતી.

બનાવ અંગેની વિગત મુજબ જામનગર શહેરના સાધના કોલોની બ્લોક નં. એલ-109, રૂમ નંબર 4454માં રહેતા હરેશ ભલાભાઇ સોલંકી નામના યુવાનને એક વર્ષ પૂર્વે પ્રિયંકા નામની યુવતી સાથે લગ્ન કર્યા હતા અને લગ્નના થોડા સમય બાદ પતિ-પત્ની વચ્ચે મનમેળ ન રહેતા અવાર-નવાર બોલાચાલી અને ઝઘડા થતા હતાં. તેમજ બાબુ બચુ પરમાર, હાર્દિક બાબુ પરમાર, રમાબેન બાબુ પરમાર, માનસી બાબુ પરમાર નામના ચાર શખ્સો ઘરે આવી હરેશ સાથે અવાર-નવાર ઝઘડો કરતા હતા અને ત્યારબાદ પ્રિયંકાને તેની સાથે લઇ ગયા હતાં. દરમ્યાન હરેશને તેની પત્ની પ્રિયંકાના અનૈતિક સંબંધો હોવાની જાણ થતા પત્નીને ઠપકો આપ્યો હતો અને છૂટાછેડા લેવાનું કહેતા પત્નીએ રૂા.3 લાખની માગણી કરી હતી.

દરમ્યાન પ્રિયંકાને ઇમરાન ઇકબાલ પીપરવાડિયા અને સમીર ઇકબાલ પીપરવાડિયા નામના બે શખ્સોએ હરેશના ઘરે આવી બોલાચાલી કરી ઝઘડો કર્યો હતો અને માર માર્યો હતો તેમજ ‘તારાથી તારી પત્ની પ્રિયંકા નહીં સચવાય, તુ તેની સાથે છૂટા-છેડા લઇ લે, અમે સાચવી લેશું’ તેમ ધમકાવ્યો હતો અને બીજી વખત અમારી પાસે આ મામલે વાત કરવા આવતો નહી નહીતર તારા ટાંટિયા ભાંગી નાખીશું. આવા અવાર-નવાર અપાતા ત્રાસથી કંટાળી જઇ હરેશે તેના ઘરે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. આ બનાવમાં મૃતક હરેશના ભાઇ સુભાષ સોલંકી દ્વારા બાબુ બચુ પરમાર, હાર્દિક બાબુ પરમાર, રમાબેન બાબુ પરમાર, માનસી બાબુ પરમાર, પ્રિયંકા હરેશ સોલંકી, ઇમરાન ઇકબાલ પીપરવાડિયા, સમીર ઇકબાલ પીપરવાડિયા નામના સાત શખ્સો વિરૂધ્ધ મરી જવા મજબૂર કર્યાની ફરિયાદ નોંધાવી હતી. તેના આધારે પીએસઆઇ બી એસ વાળા તથા સ્ટાફે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...