• Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • In Jamnagar, Two Children Were Trapped As The Bedroom Of A Flat Was Locked, Fire Brigade Broke Down The Door And Rescued The Children

બાળકોનું રેસ્ક્યૂ:જામનગરમાં ફ્લેટના બેડરૂમને લોક લાગી જતા બે બાળકો ફસાયા, ફાયરબ્રિગેડે દરવાજો તોડી બાળકો હેમખેમ બહાર કાઢ્યા

જામનગર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બંને બાળકો સલામત રીતે બહાર આવી જતા પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો

જામનગરની કામદાર કોલોનીમાં એક ફ્લેટના બેડરૂમમાં બે બાળકો ફસાઈ જતા ફાયરબ્રિગેડે બંનેનું રેસ્ક્યૂ કર્યું હતું. બાળકો બેડરૂમમાં હતા ત્યારે અંદરથી દરવાજો લોક થઈ જતા પરિવારજનોની ચિંતા વધી હતી. ફાયરબ્રિગેડની ટીમે ઘટનાસ્થળ પર પહોંચી દરવાજો તોડી બંને બાળકોને હેમખેમ બહાર કાઢ્યા હતા.

આ બનાવની પ્રાપ્ત વિગત એવી છે કે, જામનગરમાં કામદાર કોલોની વિસ્તારમાં આવેલ જયોત ટાવર નામના એપાર્ટમેન્ટમાં બીજ માળે એક ફલેટના બેડરૂમની અંદર બે બાળકો હોય દરમ્યાન બેડરૂમના દરવાજાને અચાનક લોક લાગી ગયો હતો. જેને લઇ પરિવારમાં પ્રથમ ફાયર શાખાને જાણ કરવામાં આવતાં ફાયરની ટુકડી તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી ગઇ હતી અને રૂમનો મુખ્ય દરવાજો તોડી બન્ને બાળકોને હેમખેમ બહાર કાઢી લેવામાં આવતાં પરિવારે હાશકારો અનુભવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...