કોરોના અપડેટ:જામનગરમાં આજે કોરોનાના નવા 4 કેસ નોંધાયા, એક્ટિવ કેસનો આંક 45 પર પહોંચ્યો

જામનગર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શહેરમાં 2 અને ગ્રામ્યમાં 2 કેસ સામે આવ્યાં
  • શહેરમાં અત્યાર સુધીમાં 5 લાખ 93 હજાર 809 લોકોના અને ગ્રામ્ય વિસ્તારમાં 4 લાખ 21 હજાર 738 લોકોના સેમ્પલ લેવામાં આવ્યાં

જામનગર શહેર જિલ્લામાં આજે કોરોનાના નવા 4 પોઝિટિવ કેસ નોંધાયા હતા. ત્યારે જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 45 થઈ છે. જામનગરમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે જેને લઈ આરોગ્ય વિભાગની ચિંતા વધી છે.

જામનગરમાં રાજ્યનો પ્રથમ ઓમિક્રોન વેરિઅન્ટનો પોઝિટિવ કેસ નોંધાયો હતો. જેને લઈ આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે. જામનગર શહેરમાં કોવિડ ગાઈડલાઈનનો કડક અમલ શરૂ કરાયો છે. શહેરમાં અત્યાર સુધીમાં 5 લાખ 93 હજાર 809 લોકોના અને ગ્રામ્ય વિસ્તારમાં 4 લાખ 21 હજાર 738 લોકોના સેમ્પલ લેવામાં આવ્યા છે. જામનગર જિલ્લામાં કોરોનાના નવા કેસ નોંધાવાનો સિલસિલો યથાવત છે. આજે એક જ દિવસમાં કોરોનાના નવા 4 કેસ નોંધાતા આરોગ્ય વિભાગની ચિંતા વધી છે. જિલ્લામાં હવે એક્ટિવ કેસની સંખ્યા વધીને 45 પર પહોંચી છે.

અન્ય સમાચારો પણ છે...