કોરોના અપડેટ:જામનગરમાં આજે ઓમિક્રોનના 2 સહિત 22 નવા કેસ નોંધાયા, એક્ટિવ કેસનો આંક 67 પર પહોંચ્યો

જામનગર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર
  • શહેર માં 8 કોરોના પોઝિટિવ નોંધાયા
  • જીલ્લામાં 14 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

જામનગર શહેર જિલ્લામાં આજે કોરોનાના નવા 22 પોઝિટિવ કેસ નોંધાતા ફફડાટ ફેલાયો છે. આજે શહેરી વિસ્તારમાં 8 અને ગ્રામ્ય વિસ્તારમાં 14 નવા કેસ નોંધાયા છે. જિલ્લામાં હવે એક્ટિવ કેસની સંખ્યા વધીને 67 પર પહોંચી ચૂકી છે. નોંધનીય છે કે, જામનગરમાં રાજ્યનો પ્રથમ ઓમિક્રોન વેરિયન્ટનો પોઝિટિવ કેસ નોંધાયો હતો. જિલ્લામાં આજે જે નવા કેસ નોંધાયા છે તેમાં બે કેસ ઓમિક્રોન વેરિયન્ટના હોવાનો ખુલાસો થયો છે.

જામનગર જિલ્લામાં કોરોનાના નવા કેસ નોંધાવાનો સિલસિલો યથાવત છે. આજે એક જ દિવસમાં કોરોનાના નવા 22 કેસ નોંધાતા આરોગ્ય વિભાગની ચિંતા વધી છે. જિલ્લામાં હવે એક્ટિવ કેસની સંખ્યા વધીને 67 થી વધુ પર પહોંચી ચૂકી છે.

જામનગર શહેરમાં ઓમિક્રોન વેરિઅન્ટનો પણ એક પોઝિટિવ કેસ નોંધાઈ ચૂક્યો હોવાથી આરોગ્ય તંત્ર સતર્ક બન્યું છે. જામનગર શહેરમાં કોવિડ ગાઈડલાઈનનો કડક અમલ શરૂ કરાયો છે. જામનગર શહેરમાં અત્યાર સુધીમાં 5 લાખ 93 હજાર 006 લોકોના અને ગ્રામ્ય વિસ્તારમાં 4 લાખ 27 હજાર 499 લોકોના સેમ્પલ લેવામાં આવ્યા છે.

જામનગરમાં વધુ 2 ઓમિક્રોન પોઝિટિવ કેસ નોંધાયા
જામનગરમાં આજે કોરોનાના 22 નવા કેસ નોંધાયા છે. જેમાં 2 કેસ ઓમિક્રોન વેરિયન્ટના છે. થોડા સમય પહેલા જામનગર જિલ્લામાં ઓમિક્રોન વેરિયન્ટના બે શંકાસ્પદ કેસ નોંધાયા હતા. જેનો રિપોર્ટ આજે પોઝિટિવ આવ્યો હતો. જે વ્યકિતનો ઓમિક્રોન પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે તેની ટ્રાવેલ હિસ્ટ્રી ટાન્ઝાનિયાની હોવાનું જાણવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...