જામનગરમાં ખાનગી કંપની સાથે ટ્રક ચાલક અને વે બ્રિજમાં નોકરી કરતા એક શખ્સે મળીને 6 લાખની છેતરપિંડી આચરી હતી. જેને લઈ પોલીસ દફતરે ફરિયાદ નોંધાઈ છે. બંને આરોપીઓએ ખોટો વજન દર્શાવી પહોચ રજુ કરી 37 ટન સોડાનો જથ્થો બારોબર સગેવગે કરી નાખ્યો હોવાનું સામે આવ્યું છે. છેલ્લા 6 મહિનાથી આ બંને શખ્સો તેમજ કંપનીનો કોઈ કર્મચારી સાથે મળી આ પ્રમાણે છેતરપિંડી આચરતા હોવાનું પોલીસમાં ફરિયાદમાં જાહેર થયું છે.
જામનગર નજીક મોટી ખાવડી ગામે આવેલી ખાનગી કંપની સાથે બે શખ્સોએ છેતરપિંડી આચરી હોવાનું સામે આવ્યું છે. તા.22/9/2021થી છ મહીના પહેલા અવાર-નવાર જીજે 10 ટી એક્સ 8577 નંબરની ટ્રકના ચાલક અમિત કુમાર સિંઘ ઉર્ફે બંટી તથા આશુતોષ ભુજબલ વે-બ્રીઝ વાળા તથા કંપનીના અન્ય કોઇ કર્મચારીએ સાથે મળી પૂર્વઆયોજીત કાવતરૂ રચી, એકબીજાએ મિલાપીપણુ કરી, છેલ્લા છ માસ દરમિયાન કોસ્તિક સોડાની નવ ટ્રીપ કરી હતી. જે નવ ટ્રીપમાથી 80.5 ટન જેટલા કોસ્ટીક સોડા જેમાથી ખરેખર કોસ્ટીક સોડા 37.8 ટન કિમત રૂ-6,81,000/-નુ ટેન્કરમાથી પૂરેપૂરો ખાલી નહી કરી, અમુક વજન પરત લઇ જતા વે-બ્રીઝ ઓપરેટરએ પૂરો વજન દર્શાવી, કંપની સાથે વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી કોસ્ટીક સોડા પોતાના અંગત ઉપયોગમા ઓળવી ગયા હોવાની વિગતો સામે આવી હતી. જેને લઈને કંપનીના કર્મચારી મનોજભાઇ રામસ્વરૂપ ગુપ્તાએ ત્રણેય સામે મેઘપર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.