જામનગરમાં અસામાજિક તત્વો પર કંટ્રોલ કરવા માટે અને શહેર જિલ્લામાં શાંતિ માટે અસામાજિક તત્વો પર જામનગરના નવનયુક્ત એસ.પી પ્રેમસુખ ડેલુએ કડક કાર્યવાહી હાથ ધરી છે. જામનગરમાં એકી સાથે ત્રણ અસામાજીક તત્વોને પાસા હેઠળ જેલમાં મોકલવામાં આવ્યા છે.
જામનગર શહેર-જિલ્લામાં ખૂનની કોશિશ, લૂંટ મારામારી, ધાક ધમકી આપવી, મિલકત પચાવી પાડવી, ગેરકાયદેસર હથિયાર રાખવા જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવા માટે જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ દ્વારા સૂચના આપવામાં આવી હતી. જેમાં ત્રણ ઈસમો વિરુદ્ધ પાસાની દરખાસ્ત તૈયાર કરી જિલ્લા રજિસ્ટર અને મોકલી આપવામાં આવી હતી. જે પાસાની દરખાસ્ત અંતર્ગત જિલ્લા મેજિસ્ટ્રેટ ત્રણેયને જેલમાં મોકલી આપવાનો હુકમ કરવામાં આવ્યો છે. જ્યારે એલસીબી પોલીસ દ્વારા ત્રણેય આરોપીઓને પાસાના વોરંટની બજવણી કરી અટકાયત કરવામાં આવી છે.
ત્રણ ઈસમોમાં હાજી હમીર ખફીર, રાજશી આલાભાઈ ચારણ અને શિવરાજસિંહ ઉર્ફે શીવો જાડેજાને પાસા હેઠળ જેલમાં મોકલવામાં આવ્યા છે. જેમાં હાજી હમીર ખફી ઉપર ખૂનની કોશિશ મારામારી ધાક-ધમકી લૂંટ ગેરકાયદેસર પ્રોહીબીશન હથિયાર રાખવા અને ફાયરિંગ કરવું જેવા 11 ગંભીર ગુના નોંધાયેલા છે. જેને સુરતની લાજપોર મધ્યસ્થ જેલમાં મોકલવામાં આવ્યો છે.
રાજશી અલાભાઈ ચારણ ઉપર ખુનનો પ્રયત્ન, લૂંટ, ધાક ધમકી આપવી, જમીન પચાવી પાડવી અને પ્રોહિબિશન જેવા 17 ગુના નોંધાયેલા છે. જેને પણ સુરત લાજપોર મધ્યસ્થ જેલમાં મોકલવામાં આવ્યો છે.
શિવરાજસિંહ ઉર્ફે શિવો નરેન્દ્રસિંહ જાડેજા ઉપર ખૂનની કોશિશ મારામારી લૂંટ ધમકી આપવી અને ગેરકાયદેસર હથિયાર રાખવા હેઠળ 10 જેટલા ગંભીર ગુના નોંધાયેલા છે જેને વડોદરાની મધ્યસ્થ જેલમાં મોકલવામાં આવ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.