તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ:જામનગરમાં પંચાયતોની ચૂંટણીમાં ફોર્મ ભરવા રાફડો ફાટ્યો, એક દિવસમાં 364 નામાંકન

જામનગર22 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • જિલ્લા પંચાયતની 24 બેઠક માટે 90 અને તાલુકા પંચાયતોની 112 બેઠક માટે કુલ 348 ઉમેદવારી પત્ર ભરાયા
 • 15 ફેબ્રુઆરીના ફોર્મની ચકાસણી થશે: 16 ફેબ્રુઆરીના ઉમેદવારી પરત ખેંચી શકાશે

જામનગરમાં પંચાયતોની ચૂંટણીમાં એક જ દિવસમાં 364 ઉમેદવારી પત્ર ભરાયા છે. જેમાં જિલ્લા પંચાયતની 24 બેઠક માટે 90, તાલુકા પંચાયતોની 112 બેઠક માટે 348 ઉમેદવારી પત્રનો સમાવેશ થાય છે. શનિવારે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે. 15 ફેબ્રુઆરીના ફોર્મની ચકાસણી થશે. 16 ફેબ્રુઆરીના પરત ખેંચી શકાશે.જામનગરમાં સ્થાનિક સ્વરાજયની જિલ્લા અને તાલુકા પંચાયતોની ચૂંટણીને લઇને ગ્રામ્ય વિસ્તારોમાં રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. આ સ્થિતિમાં ગુરૂવારે ભાજપે જામનગર જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતો માટે ઉમેદવારોના નામની યાદી જાહેર કરી હતી.

જયારે કોંગ્રેસે યાદી જાહેર ન કરતા ટીકીટ વાંચ્છુઓમાં સવાલ ઉઠયા હતાં. ભાજપે મહાનગરપાલિકાની જેમ પંચાયતોની ચૂંટણીમાં મોટાભાગે નો રીપીટ થીયરી અપનાવી મોટા માથાના પતા કાપી નાખી નવા ચહેરાને તક આપતા નારાજગીનો દૌર શરૂ થયો છે. પંચાયતોની ચૂંટણીમાં ફોર્મ ભરવાના પાંચમા દિવસે કુલ 364 ફોર્મ ભરાયા હતાં. જેમાં જામનગર જિલ્લા પંચાયતની 24 બેઠક માટે 84 ફોર્મનો સમાવેશ થાય છે. જામનગર તાલુકા પંચાયત માટે 61, કાલાવડ તાલુકા પંચાયત માટે 34, લાલપુર માટે 36, જામજોધપુર માટે 52, ધ્રોલ માટે 55 અને જોડિયા તાલુકા પંચાયત માટે 44 ફોર્મ ભરાયા હતાં. શનિવારે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હોય હજુ વધુ ફોર્મ ભરાશે.

જિલ્લાની 6 તાલુકા પંચાયતમાં ભરાયેલા ફોર્મ

તાલુકા પંચાયતફોર્મ ભરાયાકુલ ઉમેદવાર
જામનગર6967
કાલાવડ5652
લાલપુર3636
જામજોઘપુર8282
ધ્રોલ5757
જોડિયા4848

જિલ્લા-તાલુકા પંચાયતો માટે 4 દિવસમાં 72 ફોર્મ ભરાયા હતા
જામનગર જિલ્લા અને તાલુકા પંચાયતોની ચૂંટણી માટે કોંગ્રેસ અને ભાજપ દ્વારા ફોર્મ ભરવાની પ્રક્રિયાના પ્રથમ ચાર દિવસ ઉમેદવારોના નામ જાહેર ન કરાતા ફકત 72 ફોર્મ ભરાયા હતાં. જેમાં જિલ્લા પંચાયતની 24 બેઠક માટે 6 અને જિલ્લાની 6 તાલુકા પંચાયતની 112 બેઠક માટે 66 ફોર્મનો સમાવેશ થાય છે.

મુખ્યમંત્રી રૂપાણી અને ભાજપ પ્રદેશ પ્રમુખ આજે જામનગરમાં ધન્વંતરી મેદાન અને ચાંદીબજાર ચોકમાં સભા સંબોધશે
જામનગરમાં મહાપાલિકા અને સ્થાનિક સ્વરાજયની ચૂંટણીને કારણે રાજકીય ગતિવિધિ પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે શનિવારે રાજયના મુખ્યમંત્રી અને ભાજપ પ્રદેશ પ્રમુખ જામનગર આવી રહ્યા છે. જામનગરમાં મહાપાલિકા અને પંચાયતોની ચૂંટણીમાં સતા કબજે કરવા ભાજપ એડી ચોટીનું જોર લગાવી રહ્યું છે. આ સ્થિતિમાં શનિવારે રાજયના મુખ્યમંત્રી વિજયરૂપાણી અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ જામનગર આવી રહ્યા છે. તેઓ ધન્વંતરી મેદાનમાં સાંજે 6.30 કલાકે અને ચાંદીબજાર ચોકમાં રાત્રીના 7.30 કલાકે જાહેરસભાને સંબોધન કરશે. મુખ્યમંત્રીના આગમનને પગલે તંત્ર તૈયારીમાં વ્યસ્ત બન્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો