• Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • In Jamnagar, The Young Man's Habit Of Drinking Led To His Wife Leaving Him, His Father Kicked Him Out Of The House, And Finally The Young Man Cut His Life Short.

દારૂનું દૂષણ:જામનગરમાં યુવાનને દારૂ પીવાની ટેવના કારણે પત્ની રિસામણે ચાલી ગઈ, પિતાએ ઘરમાંથી કાઢ્યો, અંતે યુવાને જીવન ટૂંકાવ્યું

જામનગર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ઝેરી ટીકડા ખાઈ લેતા હોસ્પિટલમાં સારવાર દરમિયાન યુવાનનું મોત

જામનગરમાં દારૂના કારણે એક યુવાનની જિંદગી ભણી લીધી છે. યુવાનને દારૂ પીવાની ટેવ હોવાથી તેની પત્ની રિસામણે ચાલી ગઈ હતી. તેમજ પિતાએ પણ ઘરમાંથી યુવાનને કાઢી મુક્યો હતો. અંતે યુવાને કંટાળીને આત્મહત્યા કરી લીધી હતી. જામનગર શહેરના ખંભાળિયા બાયપાસ થી લાલપુર બાઇપાસ રોડ વચ્ચે આવેલા સાંઢીયા પુલ પાસેના સરદાર પાર્ક વિસ્તારમાં રહેતા નિકુંજભાઈ અમૃતલાલ સોનગરા નામના 27 વર્ષે યુવાને ગઈકાલે ઝેરી ટીકડા ખાઈ લીધા હતા. જેથી યુવાનને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું.
અઢી મહિના પહેલા પિતાએ ઘરમાંથી કાઢી મૂક્યો
આ બનાવ અંગે તેના પિતા અમૃતલાલ રાઘવજીભાઈ સોનગરાએ જાણ કરતાં સિટીસી ડિવિઝન પોલીસ સ્ટાફ હોસ્પિટલ દોડી ગયો હતો. મૃતકના પિતા અમૃતલાલે પોલીસમાં નિવેદન નોંધાવ્યું હતું. જેમાં જણાવાયું હતું કે, પુત્ર નિકુંજ દારૂ પીવાની ટેવ ધરાવતો હતો. જેના કારણે એક વર્ષ પૂર્વે તેમની પત્ની રીસામણે ચાલી ગઈ હતી. ત્યારબાદ તેના પિતાએ અઢી મહિના પહેલા જ નિકુંજને ઘરમાંથી કાઢી મૂક્યો હતો. આ જ કારણે નિકુંજે ઝેરી દવાની ટીકડીઓ ખાય આત્મહત્યા કરી લીધી હતી. આ બનાવ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...