તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર એનાલિસિસ:જામનગરમાં 36 દિવસમાં જ રસીનો ટાર્ગેટ 25% કરી નખાયો

જામનગર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • રસીની અપૂરતી ફાળવણીના લીધે 1 જૂનના 7800નો લક્ષ્યાંક 1 જુલાઇના ઘટીને સીધો 2000 પર આવી ગયો
  • જિલ્લામાં માંડ 33 ટકાએ ફર્સ્ટ ડોઝ લીધો

રાજયની સાથે જામનગર શહેર-જિલ્લામાં પણ કોરોનાની બીજી લહેર ઘાતક નીવડી હતી. આથી લોકો કોરોના પ્રતિરોધક રસી લેવા માટે જાગૃત બન્યા છે તો રસીકરણમાં ધાંધિયા શરૂ થયા છે. નવાઇની વાત તો એ છે કે, રસીનો અપૂરતો જથ્થો આવતા જામનગર શહેર માટે રસીનો ટાર્ગેટ 36 દિવસમાં જ 75 ટકા ઘટાડી નાખવામાં આવ્યો છે. કારણ કે, 1 જૂનના 7800 નો લક્ષ્યાંક 1 જુલાઇના ઘટીને સીધો 2000 પર પહોંચી ગયો છે. બીજી બાજુ જિલ્લામાં રસીકરણ ગોકળગાયની ગતિએ ચાલી રહ્યું હોય 6 જુલાઇ સુધીમાં લક્ષ્યાંક સામે ફકત 33 ટકાએ ફર્સ્ટ ડોઝ તો 58 ટકા લોકોએ બીજો ડોઝ લીધો છે.

કોરોના પ્રતિરોધક રસીકરણ માટે જાગૃતિ આવી તો રસી અપૂરતી આવતા કેન્દ્રો પર અફડા-તફડી અને લોકોને ધરમના ધકકા થતાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે. શહેરમાં તો રસીકરણ કેન્દ્રો પર વેક્સિનેશન માટે લોકોની ભીડ ઉમટી પડતા કેન્દ્રના દરવાજા બંધ કરવા પડી રહ્યા છે તો અમુક કિસ્સામાં તો પોલીસ બોલોવાની ફરજ પડી હતી. આ સ્થિતિમાં કોરોનાની ત્રીજી લહેરની સંભાવના વચ્ચે રસીકરણ ઝડપી બને તે અત્યંત જરૂરી બન્યું છે.

કેન્દ્ર 48માંથી ઘટીને 20 થયાં
શહેરમાં જૂન મહિનામાં 48 કેન્દ્રમાં કોરોના પ્રતિરોધક રસી અપાતી હતી.પરંતુ રસીના જથ્થાની અપૂરતી ફાળવણીના કારણે સમસ્યા સર્જાતા કેન્દ્ર ઘટીને 20 થઇ ગયા છે.

પ્રથમ ડોઝ : 8,98,579ના લક્ષ્યાંક સામે 2,93,972

તાલુકોલક્ષ્યાંકફર્સ્ટ ડોઝસેકન્ડ ડોઝ
ધ્રોલ89279244298672
લાલપુર1378194487110343
કાલાવડ1572764438212563
જામનગર29376512093520748
જામજોધપુર1491364263814023
જોડિયા71304167177463

ફેક્ટફાઇલ : જામનગરમાં 36 દિવસમાં આ રીતે ઘટ્યા રસીકરણના સ્થળ અને લક્ષ્યાંક

તારીખસ્થળલક્ષ્યાંકસિધ્ધિ
1-6-214278006297
2-6-214278004734
3-6-214278004658
4-6-214278004250
5-6-214278003286
6-6-214278002166
7-6-214278003083
8-6-214278003989
9-6-214278004575
10-6-214278005007
11-6-214261004790
16-6-211834002853
13-6-212448004041
14-6-213648503213
15-6-212538002347
16-6-212946002308
17-6-212946002699
18-6-212937503283
તારીખસ્થળલક્ષ્યાંકસિધ્ધિ
19-6-212844001693
20-6-212844001117
21-6-214550003265
22-6-214848002503
23-6-214849002184
24-6-212732602826
25-6-213833003650
26-6-212749004268
27-6-214444004053
28-6-211414001390
29-6-212020002188
30-6-212020002037
1-7-212020002146
2-7-212020002331
3-7-212020002308
4-7-212020002741
5-7-212020002898
6-7-212020002543

જિલ્લામાં યુવક-યુવતીઓ કરતા 45થી વધુ વયના લોકો રસીકરણમાં મોખરે
જામનગર જિલ્લામાં ગત 16 જાન્યુઆરીથી ફન્ટ્રલાઇન અને હેલ્થ વર્કરોને રસીકરણ શરૂ કરાયું હતું. ત્યારબાદ 1 માર્ચથી 60 થી વધુ વયના, 1 એપ્રિલથી 45 થી વધુ વય અને 4 જૂનથી 18 થી 44 વયના લોકોને રસીકરણ શરૂ કરાયું હતું. પરંતુ 6 જુલાઇ સુધીમાં જિલ્લામાં 18 થી 44 વયજૂથના 564131 લોકોને રસીના લક્ષ્યાંક સામે ફકત 119851 લોકોએ ફર્સ્ટ ડોઝ લીધો હતો. જયારે 45 થી વધુ વયના 334448 લોકોના લક્ષ્યાંક સામે 174121 લોકોએ ફર્સ્ટ ડોઝ લીધો છે.

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...