તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • In Jamnagar, The Townspeople Will No Longer Have To Go To The Manpani Office To Pay Their Taxes, They Will Be Able To Do So At Home.

ટેક્સ કલેક્શન મોબાઈલ વેન:જામનગરમાં હવે નગરજનોએ વેરો ભરવા મનપાની કચેરી સુધી જવું નહી પડે, ઘર પાસે જ ભરી શકશે

જામનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

મહાનગરપાલિકા દ્વારા એડવાન્સ પાણી અને મિલકત વેરા પર રિબેટ યોજના શરૂ કરવામાં આવી છે. જેમાં લોકો ઘર નજીક જ પોતાનો વેરા  ભરપાઈ કરી શકે તે હેતુથી ટેક્સ કલેક્શન મોબાઈલ વેન શરૂ કરવામાં આવી છે. આ મોબાઈલ વેન દરેક વોર્ડમાં નકકી કરેલી તારીખે સવારે ૧૦-૩૦ થી સાંજે પ-૩૦ સુધી જે તે વિસ્તારમાં ઊભી રહેશે અને લોકો ત્યાં જઈને પોતાના વેરાની રકમ ભરપાઈ કરી શકશે. ગુરૂવારે ટેકસ કલેકશન વેન પટેલ કોલોની વિસ્તારમાં ફરતા કરદાતાઓનો બહોળો પ્રતિસાદ મળ્યો હતો. તદઉપરાંત કરદાતાઓ માટે ઓન કોલ કલેક્શનની સેવા પણ આપવામાં આવશે. આ માટે કરદાતાઓએ વૈભવ મહેતા ૯૪ર૭ર ૪૬ર૧૦ નો સંપર્ક કરવાનો રહેશે.

અન્ય સમાચારો પણ છે...