તાપમાં વધારો:જામનગરમાં 24 કલાકમાં ગરમી 2.5 ડિગ્રી વધી ગઇ, 85 ટકા ભેજથી અસહ્ય બફારો, લોકો તોબા

જામનગર10 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

જામનગરમાં તાપમાનમાં વધારા-ઘટાડાના દોર વચ્ચે બુધવારે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન અઢી ડીગ્રીના વધારા સાથે મહત્તમ તાપમાન 38.1 ડીગ્રી અને દોઢ ડીગ્રીથી વધુના વધારા સાથે લઘુતમ તાપમાન 26.3 ડીગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ચાર ટકા વધીને 85 ટકા રહ્યું હતું. તાપમાનમાં થયેલા વધારાના પગલે આકરા તાપમાં વધારો થયો હતો.

સૂર્યદેવતા ઉદય પછી ધીમે-ધીમે વાતાવરણમાં ગરમી પ્રસરવા લાગી હતી. બપોર સુધીમાં વધારો થતા આકરા તાપ અને બફારાના બેવડા મારથી જનતાને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. પવનની ગતિ પ્રતિકલાકની સરેરાશ 40 થી 45 કિ.મી.ની રહેવા પામી હતી. તેજીલા વાયરાઓના પગલે સાંજે વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોએ રાહત અનુભવી હતી. આમ દિવસ દરમિયાન ગરમીનું જોર રહ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...