કડકડતી ઠંડીનો અનુભવ:જામનગરમાં તાપમાનનો પારો સિંગલ ડિજિટ નજીક પહોંચતા નગરજનો ઠુંઠવાયા

જામનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 10.5 ડિગ્રી તાપમાન સાથે 40 કિમીની ઝડપે પવન ફૂંકાયો

જામનગર શહેર અને જિલ્લામાં છેલ્લા 3 દિવસથી ઠંડીનો ફરીથી નવો રાઉન્ડ શરૂ થયા પછી જામનગર પંથકમાં શીત લહેર પ્રસરી ગઈ છે.

છેલ્લા ત્રણ દિવસથી ઠંડી નો પારો 10થી 11 ડિગ્રી વચ્ચે રહ્યો હોવાથી કાતિલ ઠંડી પડી રહી છે. સાથો સાથ પ્રતિ કલાકના 40કિ.મી.ની ઝડપે ફૂંકાઈ રહેલા બર્ફીલા ઠંડા પવને શહેરીજનો તેમજ પશુ પક્ષીઓને ધ્રુજાવી દીધા છે. જેને લઇને જનજીવન પર વ્યાપક અસર જોવા મળી રહી છે. આજે તાપમાનનો પારો વધુ નીચે ગગડીને સિંગલ ડિજિટ નજીક આવી જતાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યુ અને બેઠા ઠાર ના કારણે જનજીવન પર વ્યાપક અસર જેવા મળી રહી છે.

લોકોએ ઘરમાં રહેવાનું પસંદ કરતાં કરફ્યુ ટાઈમ પહેલાં જ માર્ગો સુમસામ જોવા મળતા હતા. ઉપરાંત જાહેર સ્થળો પર પણ લોકોની ખૂબ જ પાંખી હાજરી જોવા મળી રહી છે.

જામનગર જિલ્લા કલેકટર કચેરીના કન્ટ્રોલ રૂમના જણાવ્યા અનુસાર આજે સવારે બાદ 24 કલાક દરમિયાન લઘુતમ તાપમાને 10.5 ડિગ્રી સેલ્સિયસ , જ્યારે ગામ તાપમાન 23 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 76 ટકા રહ્યું હતું. જયારે પવનની ગતિ સરેરાશ પ્રતિ ક્લાના 40 કિ.મી.ની ઝડપે રહી હતી.

અન્ય સમાચારો પણ છે...