હવામાન:જામનગરમાં સપ્તાહમાં ફરી ગરમી 39 ડિગ્રીએ પહોંચી ગઇ

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તાપ અને લૂ-વર્ષાથી શહેરીજનો ત્રાહિમામ
  • 24 કલાકમાં 2.4 ડિગ્રી તાપમાન વધ્યું

જામનગરમાં સપ્તાહમાં પુન: ગરમી 39 ડિગ્રીએ પહોંચતા અંગ દઝાડતા તાપ અને લૂ-વર્ષાથી શહેરીજનો ત્રાહિમામ પોકારી ગયા છે. 24 કલાકમાં મહતમ તાપમાનમાં 2.4 ડિગ્રીનો વધારો થતાં લોકએ તીવ્ર ગરમીનો અનુભવ કર્યો હતો.

જામનગરમાં ઉનાળના અસલ મિજજ દર્શાવતા આકરી ગરમી પડી રહી છે. જો કે, મહતમ તાપમાનમાં આંશિક વધારો-ઘટાડો નોંધાઇ રહ્યો છે. મંગળવારે મહતમ તાપમાન 36.2 ડિગ્રી નોંધાયું હતું. પરંતુ 24 કલાકમાં મહતમ તાપમાનનો પારો 2.4 ડિગ્રી વધી જતાં બુધવારે મહતમ તાપમાન 38.6 ડિગ્રી નોંધાયું હતું. જેના કારણે બપોરના સમયે અંગ દઝાડતો તાપ અને લૂ-વર્ષાના કારણે લોકોએ ઘરની બહાર નિકળવાનું ટાળતા શહેરના મુખ્ય માર્ગો સૂમસામ જોવા મળ્યા હતાં.

છેલ્લાં પૂર થતાં 24 કલાક દરમ્યાન લઘુતમ તાપમાન આંશિક ઘટાડા સાથે 27 ડિગ્રી નોંધાયું હતું. જયારે પવનની ગતિ 10 થી 15 કીમી પ્રતિ કલાક અને વાતાવરણમાં ભેજનું પ્રમાણ 85 ટકા રહ્યું હતું. ભેજના પ્રમાણમાં સતત વધારાના કારણે બફારો વધતા લોકો અકળાઇ જતા મુશ્કેલી બેવડાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...