તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઝુંબેશ:જામનગરમાં તંત્ર દ્વારા રસ્તાઓ પર અડીંગો જમાવીને બેઠેલા ઢોર પકડવાની કામગીરી હાથ ધરાઇ

જામનગરએક મહિનો પહેલા
  • કમિશ્નર વિજય ખરાડીના આદેશને પગલે રાત્રીના સમયે પોલીસ બંદોબસ્ત સાથે કામગીરી હાથ ધરાઇ હતી

જામનગર શહેરના મોટાભાગના વિસ્તારોમાં અડીંગો જમાવીને બેઠેલા ઢોરને પકડવાની કામગીરી ગત મોડી રાત્રે હાથ ધરાઇ હતી. કમિશ્નર વિજય ખરાડીના આદેશથી ગત મોડી રાત્રે તંત્ર દ્વારા 18 લોકોની ટીમ સાથે શહેરના મુખ્ય માર્ગો પર ઢોર પકડવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.

નાગરિકોને શહેરમાં મુખ્ય માર્ગો પર રખડતાં ભટકતાં ઢોરના કારણે ગંભીર હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે કમિશ્નર વિજય ખરાડીના આદેશથી તંત્ર દ્વારા ખાસ એક્શન પ્લાન તૈયાર કરીને શહેરીજનોને ઢોરના ત્રાસથી મુક્તિ મળે તે માટે ઢોર બનાવવાની કામગીરી હાથ ધરાઇ હતી.

રાત્રી દરમિયાન શહેરના એસટી બસ સ્ટેન્ડ રોડ ,પંચેશ્વર ટાવર રોડ, અપના બજાર, ટાઉન હોલ, પવન ચક્કી, સાત રસ્તા, ઈન્દિરા માર્ગ, લીમડા લાઈન, રામેશ્વર નગર, રણજીત સાગર રોડ સહિતના શહેરમાં અનેક વિસ્તારોમાં કામગીરી હાથ ધરવામાં આવી હતી.

પોલીસ બંદોબસ્ત સાથે જામનગર મહાનગરપાલિકાના સોલિડવેસ્ટ શાખાના 4 એસ.એસ.આઈ 2 એસ.આઈ અને ઢોર પકડવા માટે 18 લોકોની ટીમ બનાવાઇ છે અને કામગીરી કરવામાં આવી રહી છે.

રાત્રે અને દિવસના પણ આ ઝુંબેશ ચાલુ રહેશે છે અને રાત્રે પણ ચાલુ રાખ્યું છે રાત્રી ના ટ્રાફિક થોડો ઓછો હોય છે એટલા માટે કામગીરી કરી શકાય તેમજ જ્યાં સુધી પ્રશ્ન નું નિરાકરણ નહીં થાય ત્યાં સુધી આ ઝુંબેશ ચાલુ રહેશે તેમજ પોલીસ ને સાથે રાખીને કામગીરી કરવામાં આવે છે . અને અમારો પ્લાન કંટીન્યુ ની કામગીરી કરી ચાલુ રાખવાની છે જે અમારા પ્લાન મુજબ ચાલુ રહેશે તેઓ કમિશનર વિજય ખરાડી એ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...