આત્મહત્યા:જામનગરમાં પિતાના મૃત્યુના વિયોગમાં પુત્રએ ફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી

જામનગરએક દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

જામનગરમાં નવાગામ ઘેડ બાપુનગર વિસ્તારમાં રહેતા એક યુવાને પોતાના પિતાના મૃત્યુના વિયોગમાં જિંદગીથી કંટાળી જઈ આત્મહત્યા કરી લીધી છે. બે દિવસ પહેલા જ પિતાનું અવસાન થતા યુવક ગુમસુમ રહેતો હતો.
પંખાના હુકમાં ચાદર વડે ફાંસો ખાધો
આ બનાવની વિગત એવી છે કે, જામનગરમાં નવાગામ ઘેડ બાપુનગર શેરી નંબર -3 માં રહેતા અને મૂળ રોપાટ ગામના વતની શનિરાજસિંહ ગંભીરસિંહ સોઢા નામના 21 વર્ષના યુવાને ગઈકાલે પોતાના ઘેર પંખાના હુકમાં ચાદર વડે ફાંસો ખાઈ આત્મહત્યાનો પ્રયાસ કરતાં 108ની ટીમને ઘટના સ્થળે બોલાવાઈ હતી, જેણે યુવકને મૃત્યુ પામેલો જાહેર કર્યો હતો.
યુવક સતત ગુમસુમ રહેતો હતો
​​​​​​​
બનાવ અંગે સિદ્ધરાજસિંહ સુરુભા જાડેજાએ પોલીસને જાણ કરતાં સીટી બી. ડિવિઝન પોલીસે મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસમાં જાહેર કરાયા અનુસાર મૃતક યુવાનના પિતાનું આજથી બે વર્ષ પહેલા અવસાન થયું હતું, ત્યારપછી પોતે સતત ગુમ સુમ રહેતો હતો, અને મનોમન લાગી આવતાં પોતે પણ આપઘાત કરી લીધો છે. જે મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે.

અન્ય સમાચારો પણ છે...