જામનગરના ગુલાબ નગર વિસ્તારમાં રહેતા અને ચોકીદારી કરતાં એક યુવાને કહેવાતા પત્રકારની ધાક ધમકીથી ડરી જઈ જંતુનાશક દવા વાળું લિક્વિડ પી લેતાં વિપરિત અસર થવાથી સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયો છે. પોલીસે ધમકી આપનાર સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગરના ગુલાબ નગર વિસ્તારમાં રહેતા અને રવિ પાર્ક વિસ્તારમાં આવેલા એક મકાનના બાંધકામના સ્થળે ચોકીદારી કરતા અબ્દુલભાઈસલીમભાઈ જોખિયા નામના 28 વર્ષના યુવાને ગઈકાલે મચ્છર મારવાનું પ્રવાહી પી લેતાં વિપરીત અસર થવાથી તેને સારવાર માટે જામનગરની સરકારી હોસ્પિટલમાં દાખલ કરાયો છે.
પોલીસમાં જાહેર કરાયા અનુસાર જંતુનાશક દવા વાળુ પ્રવાહી પી લેનાર અબ્દુલભાઈ જોખિયા કે જેને ગુલાબ નગર રવિ પાર્ક વિસ્તારમાં જ રહેતા અને પત્રકાર તરીકેની ઓળખ આપતા હાજી શેરમામદ દોદાણી નામના શખ્સ ધમકી આપી હતી, અને તું જે જગ્યાએ બાંધકામની ચોકીદારી કરે છે, તેના શેઠ સંજય પ્રજાપતિબિલ્ડર વિરુદ્ધ મેં જામનગર મહાનગરપાલિકા અને કલેક્ટર વિભાગમાં અરજીઓ કરી છે, અને તારે આ સ્થળે ચોકીદારી કરવાની નથી, તારે નોકરી મૂકી દેવાની છે, તેમ કહી ધાક ધમકી આપી હતી.
જેથી ચોકીદારને મનમાં લાગી આવતાં મચ્છર મારવાનું ઑલઆઉટ નામનું પ્રવાહી પી લીધું હોવાનું જાહેર કર્યું હતું. જે નિવેદનના આધારે સીટી બી. ડિવિઝનના મહિલા પીએસઆઇ એસ.વી. સામાણીએ ફરિયાદીને ધાક ધમકી આપનાર કહેવાતા પત્રકાર હાજી શેરમાં દોદાણી સામેગુનો નોંધ્યો છે અને તેની શોધખોળ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.