મકરસંક્રાતિ બનશે મોંઘી:જામનગરમાં પતંગની કિંમતમાં 25 થી 30 ટકાનો ભાવ વધારો થયો

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અવનવી વેરાયટીઓ| રો-મટીરીયલમાં ભાવમાં વધારો, ટ્રાન્સર્પોટેશન મોંઘુ અને માલની અછત કારણભૂત

ઉત્તરાયણને આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે ચાલુ વર્ષે જામનગરમાં પતંગરસિયાઓએ ગત વર્ષ કરતા આ વખતે પતંગ માટે 25 થી 30 ટકા વધુ કિંમત ચૂકવવી પડશે. કારણ કે ચાલુ વર્ષે પતંગના રો-મટીરીયલના ભાવમાં વધારો, ટ્રાન્સપોટેશન મોંઘુ બનતા અને પતંગ હેન્ડ વર્ક થી બનતી હોવાથી વેપારીઓને મજૂરી પોસતી ન હોવાથી માલની અછતના કારણે પતંગની કિંમતમાં વધારો થયો છે.

જામનગરમાં અમદાવાદ, નડિયાદ, રાજકોટ, હિંમતનગર સહિતના શહેરમાંથી પતંગ આવે છે. વર્ષ-2023 લખેલી નવી પતંગની બજારમાં માંગ વધુ છે. ઉપરાંત દર વર્ષની જેમ આ વર્ષે પણ ઝાલર અને અલગ અલગ પ્રિન્ટની પતંગ બજારમાં આવી છે. જેના ભાવ રૂ. 2 થી 25 છે. જ્યારે દોરામાં યોદ્ધા, ભગવાન ,સુરતી મોજો ખૂબ જ ડિમાન્ડમાં છે તેમ જામનગરના વેપારી મનોજભાઈ પરમારે જણાવ્યું હતું.

છોટાભીમ, મોટુ પતલુ સહિત પતંગ બાળકોમાં લોકપ્રિય
ચાલુ વર્ષે બાળકોના પતંગોમાં કાર્ટૂન કેરેક્ટરમાં છોટાભીમ, મોટુ પતલુ, મિકી માઉસ, મોટુ-પતલુ સહિત વેરાઇટી જોવા મળી રહી છે. બાળકોમાં સિંહ, વાઘ સહિતના અલગ અલગ માસ્ક અને સોલાર ટોપીની પણ માંગ હોવાનું વેપારીઓએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...