જામનગર જિલ્લા પોલીસ વડા એસપી પ્રેમસુખ ડેલુ અને ડીવાયએસપી જેએસ ચાવડાના માર્ગદર્શન હેઠળ છેલ્લા ત્રણ દિવસમાં પોલીસ દ્વારા અસામાજિક અને લુખ્ખા તત્વો વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી છે. એસપીએ તૈયાર કરેલા એક્શન પ્લાન મુજબ પોલીસે કામગીરી હાથ ધરી હતી. ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન તેમજ હથિયારો લઈને રોફ જમાવતા શખ્સો વિરૂદ્ધ પોલીસે લાલ આખ કરી હતી. પોલીસે માત્ર ત્રણ દિવસમાં જ 293 વાહનોને ડિટેઇન કર્યા હતા તેમજ 1,74,800 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.
એસ.પીએ કાર્યવાહી કરવાનો આદેશ કર્યો હતો
શહેરીજનો જાહેર સ્થળો પર, બાગ બગીચા તેમજ બેસવા લાયક સ્થળો પર, ખાણીપીણીના સ્થળો પર નિર્ભય પણે મુક્ત રીતે ફરી શકે અને શહેરમાં શાંતિ સલામતી રહે તે માટે એસ.પી પ્રેમસુખ ડેલુએ શહેરના તમામ પોલીસ સ્ટેશનોને કાર્યવાહી કરવા આદેશ કર્યો હતો. શહેરમાં મોટર સાયકલમાં જોર જોરથી હુલ્લો કરતા લુખ્ખા તત્વો, મોડીફાઇ વસ્તુ ગાડીમાં લખાવેલા હોય તેમજ ફેન્સી નંબર પ્લેટ અને મોટરકારમાં મોટે અવાજથી વગાડનારા લોકો સામે કાર્યવાહી કરી હતી. તેમજ ટેપ અને બ્લેક ફેમ વારી ગાડીઓને ડીટેઈન કરવાની કામગીરી હાથ ધરી હતી.
પોલીસે પેટ્રોલિંગ હાથ ધરી અસામિજ તત્વો પર કાર્યવાહી કરી
આ ઉપરાંત અમુક લુખ્ખા અને અસામાજિક તત્વો તલવાર, ધોકા, લાકડી, છરી, જેવા હથિયારો લઇને ફરતા હોવાને લઈ તેઓના વિરુદ્ધ કડક હાથે કાર્યવાહી કરાઈ રહી છે. જામનગર શહેરના એ, બી અને સી ડિવિઝન પોલીસ સ્ટાફ દ્વારા સમગ્ર શહેરમાં રાત્રી સમયે પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે. જામનગર પોલીસે માત્ર ત્રણ દિવસમાં મોટર વાહન એક્ટ 207 મુજબ 293 વાહનોને ડિટેઇન કર્યા હતા. તેમજ 1,74,800 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.
હથિયાર સાથે પકડાયેલા શખ્સો વિરુદ્ધ કેસ દાખલ કરાયા
જામનગર શહેર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં થોડા સમયથી ગુનાઓને પ્રમાણ વધી રહ્યુ છે. અમુક માથાભારે શખ્સો બાઈક તેમજ કારમાં ઘાતક હથિયારો રાખીને સામાન્ય પ્રજા પર સિન સપાટા જમાવતા હોય અને ભયનું વાતાવરણ ઊભું કરતા હોય છે. જેથી શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે અને લોકોમાં શાંતિ જળવાઈ રહે તે માટે પોલીસે ત્રણ દિવસ સુધી અલગ-અલગ ટીમો બનાવી સતત ચેકિંગની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં ગેરકાયદેસર હથિયારો મળી આવ્યા હતા અને તેઓ વિરુદ્ધ જી.પી એકટ કલમ 136(1) મુજબ કાર્યવાહી કરવામાં આવી હતી. આ ડ્રાઈવ દરમિયાન સઘન વાહન ચેકિંગની કામગીરી કરી કુલ 28 કેસ તથા ગ્રામ્ય ડિવિઝનમાં 41 કેસો મળીને જામનગર જિલ્લામાં કુલ 69 કેસો કરવામાં આવ્યાં હતા. હથિયાર સાથે પકડાયેલા તમામ શખ્સો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.