તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Jamnagar
 • In Jamnagar, The Police And The Driver Lost Consciousness, The Couple Towing The Vehicle Got Into A Scuffle With The Police, The Police Slapped Them

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વીડિયો વાઇરલ:જામનગરમાં પોલીસ અને વાહનચાલક ભાન ભૂલ્યા, વાહન ટોઇંગ કરતાં દંપતીએ પોલીસ સાથે ઝપાઝપી કરી, પોલીસે ફડાકાવાળી અને ગાળાગાળી કરી

જામનગર11 દિવસ પહેલા
 • સજુબા ગર્લ્સ હાઇસ્કૂલ પાસે બબાલ થતાં ટ્રાફિકજામ સર્જાયો

જામનગર શહેરના ટ્રાફિકથી ધમધમતા દીપક ટોકીઝ વિસ્તારમાં વાહન ટોઇંગ કરતા સમયે ટ્રાફિક- પોલીસ અને એક દંપતી વચ્ચે ઝપાઝપી થતાં ટ્રાફિકજામ સર્જાયો હતો. દંપતીનું વાહન ટોઈંગ કરી લેવાતાં પોલીસ સાથે પહેલા ઉગ્ર બોલાચાલી અને બાદમાં ઝપાઝપી થઈ હતી. તો સામેની તરફ પોલીસ જવાને પણ પતિને ફડાકાવાળી અને ગાળાગાળી કરી હતી. પોલીસ અને દંપતી વચ્ચેની બબાલનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે.

સવારે સાડાઅગિયાર વાગ્યાના અરસામાં જામનગર ટ્રાફિક-પોલીસની ટોઈંગ વાને સજુબા ગર્લ્સ હાઈસ્કૂલ નજીકથી વાહનો ટોઈંગ કરવાનું શરૂ કર્યું હતું. આ સમયે એક દપંતીની મોટરસાઇકલ પણ ટોઈંગ કરાતાં દંપતીએ ફરજ પરના ટ્રાફિક-પોલીસ જવાન સાથે બોલાચાલી કરી હતી, જેથી ટ્રાફિક-પોલીસે યુવકનો કાંઠલો પકડી ઈમર્જન્સી પોલીસને બોલાવી હતી. આ દરમિયાન જ યુવક અને તેની પત્નીએ પોલીસ સાથે ઝપાઝપી કરતાં મામલો ઉગ્ર બન્યો હતો.

દંપતીની સાથે પોલીસ જવાન પણ ભાન ભૂલ્યા
જાહેરમાં ઉગ્ર બોલાચાલી બાદ ઝપાઝપી થતાં પોલીસ જવાને યુવકને ફડાકા ઝીંક્યા હતા અને બાદમાં પત્નીની હાજરીમાં જ પોલીસ જવાન યુવકને ગંદી ગાળો કાઢતાં પણ વીડિયોમાં જોવા મળી રહ્યા છે.

બબાલને કારણે ટ્રાફિકજામ સર્જાયો
રણજિત રોડ જેવા ટ્રાફિકથી સતત ધમધમતા વિસ્તારમાં વાહનચાલક દંપતી અને ટ્રાફિક-પોલીસ વચ્ચે વાહન ટોઈંગ કરવા બાબતે બબાલ થતાં લોકોનાં ટોળાં એકઠાં થયાં હતાં, જેને કારણે રસ્તા પર ટ્રાફિકજામ સર્જાયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો