લમ્પી વાયરસ:જામનગરમાં 5 દિ માં ગાયમાં લમ્પી વાયરસના કેસ વધીને 175 પર પહોંચ્યા

જામનગર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગાંધીનગર વિસ્તારમાં ઘેર-ઘેર ફરીને 104 ગાયને ગોટ ફોક્સ રસી આપવામાં આવી

જામનગરમાં 5 દિવસમાં ગાયમાં લમ્પી વાયરસના કેસ વધીને 175 પર પહોંચ્યા છે. બીજી બાજુ પશુપાલન વિભાગ દ્વારા શનિવારથી ગાયની રસીકરણ શરૂ કરાયું છે. જે અંતર્ગત શનિવારે ગાંધીનગર વિસ્તારમાં ઘેર-ઘેર ફરીને 104 ગાયને રસી આપવામાં આવી હતી. ગોટ ફોકસ નામની રસી અપાતા ગાયની રોગપ્રતિકારક શકિતમાં વધારો થાય છે અને બાદમાં લમ્પી રોગ થતો ન હોવાનું વેટરનીટી ઓફીસરે જણાવ્યું હતું. .

જામનગરના ગાંધીનગર, પુનિતનગર, મચ્છરનગર, શાંતિનગર તેમજ આજુબાજુના વિસ્તારોમાં ગાયમાં લમ્પી વાયરસ જોવા મળતા પશુપાલકોમાં ચિંતાની લાગણી ફેલાઇ છે. આથી વાયરસનો ભોગ બનેલી ગાયના લોહીના સેમ્પલ લઇ ગાંધીનગરની લેબમાં પૃથ્થકરણ માટે મોકલાયા છે. લમ્પી વાયરસનો પ્રથમ કેસ 2 મેના રોજ નોંધાયા હતો. અત્યાર સુધીમાં કુલ 175 કેસ નોંધાયા છે. જેના કારણે પશુપાલન વિભાગ હરકતમાં આવ્યું છે અને ગાંધીનગર તેમજ અન્ય વિસ્તારમાં 4 ટીમ દ્રારા સર્વે શરૂ કરાયો છે.

તદઉપરાંત ગાંધીનગરથી રસીના 5000 ડોઝ મંગાવામાં આવ્યા છે. ગાયને રસીકરણની કામગીરી શનિવારથી શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત 104 ગાયને ગોટ ફોકસ રસી આપવામાં આવી છે. જેના કારણે ગાયની રોગપ્રતિકારક શકિતમાં વધારો થતાં લમ્પી રોગ થતો નથી. જો કે, ગાયમાં દેખાયેલો લમ્પી વાયરસ લોકોમાં ન ફેલાતો હોવાનું વેટરનીટી અધિકારીએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...