તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:જામનગરમાં મશીનથી રસ્તાની સફાઇ માટે મનપા ત્રણ વર્ષમાં રૂા.2 કરોડનો ખર્ચ કરશે

જામનગર25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહાનગરપાલિકાની ઈમારતોની સફાઈ માટે વાર્ષિક રૂા.25.35 લાખ ખર્ચાશે
  • કારખાના લાયસન્સની બાકી રકમ ભરપાઇ બદલ 100 ટકા પેનલ્ટી માફ કરવાની મંજૂરી અપાઈ

જામનગર મહાપાલિકાની સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમાં શહેરમાં મશીનથી રસ્તાની સફાઇ માટે ત્રણ વર્ષમાં રૂ.2 કરોડના ખર્ચને મંજૂરી આપવામાં આવી હતી. જામ્યુકોની ઇમારતોની સફાઇ માટે વાર્ષિક રૂ.25.35 લાખનો ખર્ચ મંજૂર કરાયો હતો. કારખાના લાયસન્સની બાકી રકમ ભરપાઇ બદલ 100 ટકા પેનલ્ટી માફી મંજૂર કરાઈ હતી.

જામ્યુકોની સ્ટેન્ડીંગ કમિટીની બેઠક ચેરમેન મનિષ કટારિયાના અધ્યક્ષસ્થાને મળી હતી. જેમાં રસ્તાની સફાઇ માટે ટ્રક માઉન્ટેડ રોડ સ્વિપર મશીન ખરીદી ત્રણ વર્ષ માટે ઓપરેશન એન્ડ મેન્ટનન્સ અંગેનો કોન્ટ્રાક્ટનો રૂ.2.06 કરોડનો ખર્ચ મંજુર કરાયો હતો.

મહાપાલિકાની ઈમારતો વહીવટી ભવન, ન્યુ વહીવટી ભવન, સ્પોર્ટસ સંકુલ, ટાઉનહોલ, શાકમાર્કેટ, સફાઈ વગેરે માટે વાર્ષિક રૂ.25.35 લાખના ખર્ચને મંજુરી અપાઈ હતી. સાઉથ ઝોન હેઠળના વિસ્તારમાં ભૂગર્ભ ગટરની ફરિયાદના નિકાલ માટે જેટીંગ મશીન દ્વારા સીવર લાઈન વગેરે સફાઈ માટે વાર્ષિક રૂ.42.84 લાખ, નોર્થ, વેસ્ટ અને ઈસ્ટ ઝોન મળી પ્રત્યેક ઝોન માટે વાર્ષિક રૂ.44.10 લાખનો ખર્ચ મંજુર કરવામાં આવ્યો હતો. કારખાના લાયસન્સ રિન્યુ અંગેની બાકી રકમ તા.31-8-2021 સુધીમાં ભરપાઈ કરી આપે તેમને પેનલ્ટીમાં 100 ટકા માફી આપવાનો નિર્ણય અધ્યક્ષસ્થાનેથી લેવાયો હતો.

અન્ય સમાચારો પણ છે...