તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
જામનગર શહેર સહિત હાલારભરમાં સપ્તાહના મધ્યભાગમાં હાડ ધ્રુજાવતી ઠંડીના કહેર બાદ સતત બીજા દિવસે પણ તિવ્ર ઠંડીનુ જોર ઘટયુ હતુ જેથી જનજીવને આંશિક રાહત અનુભવી હતી.ભેજનુ પ્રમાણ 78 ટકાએ પહોચી જતા વહેલી સવારે ગાઢ ધુમ્મસ છવાયુ હતુ.જોકે,બર્ફિલા પવનના કારણે વાતાવરણમાં ટાઢોડુ યથાવત રહયુ છે. જામનગરમાં ગત મંગળવારથી ગુરૂવાર સુધી સતત ત્રણ દિવસ લઘુતમ તાપમાનનો પારો બાર ડીગ્રીની અંદર રહેતા કડકડતી ઠંડીનુ મોજુ ફરી વળ્યુ હતુ.જોકે,શુક્રવાર બાદ શનિવારે રાત્રીનુ તાપમાન વધ્યુ હતુ અને લઘુતમ તાપમાન 14 ડીગ્રીએ પહોચી ગયુ હતુ જેથી તિવ ઠંડીથી જનજીવને આંશિક રાહત અનુભવી હતી.
બીજી બાજુ બર્ફિલા પવનની ઝડપમાં આંશિક વધારો થતા મોડીસાંજથી સવાર સુધી વાતાવરણ ટાઢુબોળ રહયુ હતુ. જામનગરમાં સતત બીજા દિવસે ભેજનુ પ્રમાણ વધ્યુ હતુ અને 78 ટકાએ પહોચ્યુ હતુ જેથી સવારે ગાઢ ધુમ્મસનુ આવરણ છવાયુ હતુ. ખાસ કરીને વહેલી સવારે શહેરને જોડતા માર્ગો પર નિકળતા નાના મોટા વાહનચાલકોએ ગાઢ ધુમ્મસના કારણે હાલારીનો સામનો કર્યો હતો.જોકે,સુર્યોદય બાદ વાતાવરણ પુર્વવત થયુ હતુ.
હાલારનું હવામાન | |
મહત્તમ તાપમાન | 27 |
લઘુતમ તાપમાન | 14 |
હવામાં ભેજ (ટકા) | 78 |
પવનની ગતિ | 10-15 |
(પ્રતિ કલાક કિમી) |
પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.