તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
જામનગર સહિત હાલારમાં શિયાળાએ ફરી આક્રમક મિજાજ દર્શાવતા કડકડતી ઠંડીથી જનજવન ધ્રુજી ઉઠયુ હતુ.લઘુતમ તાપમાનનો પારો બે દિવસમાં સાત ડીગ્રી નીચે સરકતા ફરી તિવ્ર ઠંડીનુ મોજુ ફરી વળ્યુ હતુ.જામનગરમાં એકાદ મહિના બાદ ફરી પારો સીંગલ ડિઝીટમાં સરકયો હતો તો દિવસનુ તાપમાન ઘટતા વાતાવરણમાં ટાઢોડુ છવાયુ હતુ. જામનગર સહિત હાલારભરમાં સપ્તાહના અંતમાં ફરી તિવ્ર ઠંડીનો મુકામ રહયો હતો.
જામનગરમાં રવિવારે દોઢ ડિગ્રી બાદ સોમવારે લઘુતમ તાપમાન અચાનક સાડા પાંચ ડિગ્રી નીચે સરકી સીંગલ ડિઝીટમાં પહોચ્યુ હતુ અને પારો 8.5 ડિગ્રીએ સ્થિર થયો હતો.લગભગ ચાર સપ્તાહ બાદ શહેરમાં કાતિલ ઠંડીએ પુનરાગમન કરતા જનજીવન રીતસર ધ્રુજી ઉઠયુ હતુ.જામનગરમાં રાત્રીના તાપમાનમાં અસામાન્ય ઘટાડાની સાથે દિવસનુ તાપમાન પણ ત્રણ દિવસમાં 3.5ડિગ્રી જેટલુ ઘટયુ હતુ.જેથી બપોરે તાપનુ જોર ઘટયુ હતુ બીજી બાજુ મોડી સાંજથી સવાર સુધી વાતાવરણ ઠંડુગાર રહયુ હતુ.
હાલારનું હવામાન
પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.