આક્રોશ:જામનગરમાં બે મહિનાથી ખાડો ન બુરાતા વિપક્ષના નેતાનો ખાડામાં ઉતરીને વિરોધ

જામનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બે દિવસમાં ખાડો નહીં બુરવામાં આવે તો મહાનગરપાલિકામાં ધરણાંની ચિમકી

જામનગરમાં શંકરટેકરીમાં પાણીની પાઇપલાઇન માટે ખાડો કરવામાં આવ્યો છે. પરંતુ બે મહિનાથી આ ખાડો બુરવામાં ન આવતા રહેવાસીઓ ત્રાહિમામ પોકારી ગયા છે. શનિવારે વિપક્ષના નેતાએ ખાડામાં ઉતરી વિરોધ વ્યકત કર્યો હતો. બે દિવસમાં ખાડો નહીં બુરવામાં આવે તો મહાપાલિકામાં ધરણાંની ચિમકી આપી છે.

જામનગરમાં શંકર ટેકરીમાં વલ્લભનગર વાલ્મિકીવાસ ગરબીચોકમાં છેલ્લા બે મહિનાથી પાણીની લાઈન માટે ખાડો ખોદવામાં આવ્યો છે. છેલ્લા બે મહિનાથી આ ખાડો બુરવામાં ન આવતા રહેવાસીઓ ત્રાહિમામ પોકારી ગયા છે. આથી શનિવારે વિપક્ષના નેતા આનંદ રાઠોડે ખાડામાં ઉતરીને વિરોધ વ્યકત કર્યો હતો.

ત્યારબાદ વિપક્ષના નેતાએ કોન્ટ્રાક્ટરને જાણ કરી હતી. આથી કોન્ટ્રાક્ટરે બે દિવસમાં ખાડો બુરી દેવાની ખાતરી આપી છે. જો આ ખાડો બે દિવસમાં નહીં બુરાય તો વિપક્ષના નેતાએ કોર્પોરેશનમાં ધારણા કરવાની ચમકી ઉચ્ચારી છે.

અન્ય સમાચારો પણ છે...