તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાવચેતીના પગલા:જામનગરમાં મચ્છર જન્ય રોગ વકરે નહિ તે માટે આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું

જામનગર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તાવ, શરદી, ઉધરસના કેસમાં નોંધપાત્ર વધારો થતાં આરોગ્ય તંત્ર દોડતું થયું
  • પાણીના પાત્રો સાફ કરવા આરોગ્ય વિભાગે લોકોને કરી અપીલ

જામનગરમાં આરોગ્યતંત્ર દ્વારા મચ્છર જન્ય રોગો અને મચ્છર ઉત્પતિ અટકાવવા કામગીરી હાથ ધરાઈ છે. તેમજ આરોગ્યતંત્ર દ્વારા પાણીના પાત્રો ખાલી કરી ઘસીને સાફ કર્યા બાદ ફરી ઉપયોગમાં લેવા લોકોને અપીલ કરી છે.

મચ્છર જન્ય રોગો અને તેની ઉત્પતિ અટકાવવાની કામગીરી હાથ ધરાઈજામનગર મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા મચ્છર જન્ય રોગો અને મચ્છર ઉત્પતિ અટકાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. હાલ વરસાદની સીઝન ચાલી રહી છે ત્યારે પાણીના ભરાવાના કારણે મચ્છરની ઉત્પતિમાં વધારો થવાની શક્યતા છે. જેથી મચ્છર જન્ય રોગો જેવા કે, મલેરિયા, ડેન્ગ્યુ અને ચિકન ગુનિયાના કેસમાં પણ વધવાની શક્યતા છે. મચ્છર જન્ય રોગો મચ્છર કરડવાથી થાય છે. આ મચ્છર જન્ય રોગોને નિયંત્રણ કરવા માટે દરેક શહેરીજનોને આરોગ્ય તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી રહી છે અને સાથે કાળજી લેવા પણ અપીલ કરાઈ છે.

ટાયરનો ભંગાર વગેરેનો નિકાલ કરવોઘરમાંથી તેમ જ ઘરની આસપાસ ભરાયેલા પાણીમાંથી મચ્છરોની ઉત્પત્તિ અટકાવી શકાય તે માટે તંત્ર દ્વારા લોકોને અપીલ કરવામાં આવી રહી છે કે, ખુલ્લામાં પડી રહેલા ટાયર, નકામો ભંગાર વગેરેમાં વરસાદનું પાણી ભરેલુ હોય તો ખાલી કરવું કારણ કે, તેમાં મચ્છરની ઉત્પતિ તથા મચ્છરજન્ય રોગો ફેલાવાની શક્યતા વધે છે. જામનગર શહેરના ટાયરના વિક્રેતાઓ ટાયર પંચર ના ધંધાર્થીઓ ભંગારના વેપારીઓ વગેરે એ ત્વરીત ધોરણે ખુલ્લામાં રાખેલો ટાયરનો ભંગાર વગેરેનો નિકાલ કરવા અને જ્યાં પાણી ભરાઈ ન રહે તેવી રીતે મૂકી દેવા તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે.

પાણીનો ભરાવો થાય ત્યાં બળેલું ઓઇલ અથવા કેરોસીન નાખવુંરહેણાંક દુકાનો અને કોમર્શિયલ કોમ્પલેક્ષ અને તેની આજુબાજુ વિસ્તારોમાં તથા સરકારી અને બિન સરકારી તમામ સંસ્થાઓને તેમના કેમ્પસ વિસ્તારો તથા કોમ્પ્લેક્ષની છત પર વરસાદી પાણી ભરાઈ ન રહે તે માટે સફાઈ કરાવી લેવા જણાવવામાં આવ્યું છે. પાણીનો યોગ્ય નિકાલ થાય તેવી વ્યવસ્થા ગોઠવવા તાકીદ કરી છે. આરોગ્યતંત્ર દ્વારા ઘરની આસપાસ પાણી ભરાઈ ન રહે તે અંગે તકેદારી રાખવી અને પાણી ભરેલા તમામ વાસણો હવાચુસ્ત ઢાંકણથી ઢાંકી રાખવા તેમજ પાણીની ટાંકીઓ, ફુલદાનીઓ, પક્ષી કુંજ, કુલર, ફ્રિજની ટ્રે વગેરે અઠવાડિયામાં એક વખત અચૂક સાફ કરવી. તેમજ પાણીના ખાડા ખાબોચિયાના પાણી વહેવડાવી દો કે માટીથી પુરી દો અને જ્યાં પાણીનો ભરાવો થાય છે ત્યાં બળેલું ઓઇલ કેરોસીનનો નાખવું જેથી મચ્છરનો ઉપદ્રવ અટકાવી શકાય.

તેમજ અગાસી, પાર્કિંગની જગ્યા, સેલરમાં ભરાઈ રહેલા પાણીનો તાત્કાલિક નિકાલ કરવો જેથી મલેરિયા ફેલાવતા મચ્છરો અને ડેન્ગ્યુ, ચીકનગુનિયા ફેલાવતા મચ્છર કરડવાથી બચી શકાય. જામનગર મહાનગરપાલિકાના આરોગ્ય તંત્ર દ્વારા મચ્છર કરડવાથી બચવા માટે દિવસે અને રાત્રે મચ્છરદાનીનો ઉપયોગ કરવા આખી બાયના કપડા પહેરવા અને મચ્છર ભગાડવાની કોયલ, ક્રીમનો ઉપયોગ કરવો તેવું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...