• Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • In Jamnagar, The Family Of The Girl Beat The Father With A Sword And A Hammer In The Dispute Over The Love Marriage Performed By The Son.

રસ્તામાં રોકી આધેડ પર હુમલો:જામનગરમાં પુત્રએ કરેલા પ્રેમ લગ્નની અદાવતમાં યુવતીના પરિવારજનોએ પિતાને તલવાર અને ધોકા વડે મારમાર્યો

જામનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • પોલીસે યુવતીના પરિવારના 3 શખ્સો સામે ગુનો નોંધ્યો

જામનગર શહેરમાં પુત્રએ કરેલા પ્રેમ લગ્રનનો ખાર રાખીને પિતા ઉપર યુવતીના સંબંધીઓએ તલવાર, ધોકા, પાઈપ વડે હુમલો કરીને શરીરે ગંભીર ઈજા પહોંચાડ્યાનું પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
​​​​​​​જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી
જામનગરમાં દિગ્વિજ્ય પ્લોટમાં જીતેન્દ્ર વિનોદરાય કનખરા નામના આધેડના પુત્ર યશે આરોપીની દીકરી સાથે કોર્ટ મેરેજ કર્યા છે. જે બાબતનો ખાર રાખીને ગત તારીખ 13ના રોજ આધેડ પોતાનું સ્કૂટર લઈને પસાર થઈ રહ્યા હતા. ત્યારે યુવતીના સંબંધીઓ ચંદ્રેશ ચાંદ્રા, દીલીપ ચાંદ્રા, અલ્કેશ ચાંદ્રાએ આવીને અપશબ્દો બોલીને બોલાચાલી કરી હતી અને લોખંડના પાઈપ, તલવાર અને ધોકા વડે હુમલો કરીને આધેડને શરીરે ઈજા પહોંચાડી હતી. તેમજ જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જે અંગેની આધેડે પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...