તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નવી આશા:જામનગરમાં કોરોનાને કોરાણે મૂકીને ખરીદી નીકળી: બર્ધન ચોકમાં આખો દિવસ ભારે ભીડ

જામનગર5 મહિનો પહેલા
 • કૉપી લિંક
શનિવારની રાત્રિ : બર્ધન ચોકમાં હૈયેહૈયું દળાય તેવી મેદની ઉમટી - Divya Bhaskar
શનિવારની રાત્રિ : બર્ધન ચોકમાં હૈયેહૈયું દળાય તેવી મેદની ઉમટી
 • દુ:ખ, ચિંતા ભૂલી પ્રકાશપર્વના રંગમાં લોકો રંગાતા શહેર-જિલ્લામાં ચોમેર હર્ષોલ્લાસ છવાઇ ગયો, શહેરના વેપારીઓએ સમૃધ્ધિની કામના સાથે ચોપડા પૂજન કર્યું

હાલારમાં કોરોનાને કોરાણે મૂકી દિવાળીની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી. દુ:ખ, ચિંતા ભૂલી નવી આશા સાથે લોકો પ્રકાશપર્વના રંગમાં રંગાતા શહેર-જિલ્લામાં ચોમેર હર્ષોલ્લાસ જોવા મળ્યો હતો. વેપારીઓએ સમૃધ્ધિની કામના સાથે ચોપડા પૂજન કર્યું હતું. આકાશમાં અવનવા ફટાકડાની આતશબાજીથી રાત્રિના દિવસ જેવો માહોલ જોવા મળ્યો હતો. કયાંક રવિવારે તો કયાંક સોમવારે નૂતનવર્ષ ઉજવાશે.

જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાંકોરોનાએ મચાવેલા કહેરને કોરાણે મૂકીશનિવારે સૌ કોઈ પ્રકાશના પર્વ દિપાવલીનીઆનંદ સાથેઉજવણી કરી હતી. દુઃખ, દર્દ, ચિંતાઓ ભૂલી લોકો પ્રકાશના મહાપર્વમાં રંગાતા સર્વત્ર ઉલ્લાસ જોવા મળ્યો હતો. વેપારીઓએ સમૃદ્ધિની કામના સાથે લક્ષ્મીજી,ગણેશજી તથા ચોપડાઓનું પૂજન કર્યું હતું.

રાત્રીના લોકોએ ફટાકડા ફોડતા આકાશ પ્રકાશથી ઝળહળી ઉઠયું હતું અનેરાત્રે જાણે દિવસ ઉગ્યો હોય તેવો માહોલ જોવા મળ્યો હતો. ઘેર ઘેર રોશની અને અવનવીરંગોળી જોવા મળીહતી. બંને જિલ્લામાં કયાંક રવિવારે તો કયાંક સોમવારે નૂતનવર્ષ એટલે કે બેસતું વર્ષ મનાવવામાં આવશે. કોરોના કાળમાં ટેકનોલોજીના જમાનામાં મોબાઈલ અને વિડીયો કોલીંગથી પણ એકબીજાને શુભેચ્છા પાઠવવામાં આવશે.

જામનગરમાં છેલ્લી ઘડીની ખરીદીથી ઠેર ઠેર ટ્રાફીક જામ
જામનગરમાં આખરે દિવાળીની રોનક જોવા મળી હતી અને બજારમાં છેલ્લી ઘડીની ખરીદી કરવા લોકો ઉમટી પડતા શહેરમાં ઠેર-ઠેર વાહનના થપ્પા લાગી જતાં ટ્રાફિક જામથી ટ્રાફિક તંત્રની કસોટી થઈ હતી. જામનગર શહેરનું જનજીવન કોરોનાની મહામારીને લઈને લાંબા સમયથી થંભી ગયું હતું. છેલ્લા આઠ મહિનાના સમયગાળા દરમિયાન કોઈપણ તહેવારોની ઉજવણી થઈ શકી ન હતી. ધૂળેટીના તહેવારબાદ દિવાળીના તહેવારોમાં બજારોમાં ફરીથી રોનક જોવા મળી હતી.

મીનીવેકેશન | લાભપાંચમ સુધી ધંધા-રોજગાર બંધ
શનિવારથી સરકારી કચેરીઓમાં ત્રણ દિવસ એટલે કે સોમવારસ સુધી રજા હોય મીની વેકેશન છે. જયારે વેપારીઓ ધંધા-રોજગાર તથા કારખાનાલાભ પાંચમ સુધી બંધ રાખશે. અનેક લોકો વેકેશન માણવા દ્વારકા, બેટદ્વારકા, દીવ, સોમનાથ, સાસણગીર સહીતના સ્થળોએ પ્રવાસની મજા માણવા પહોંચી ગયા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો