તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નાટક ભજવ્યું:જામનગરમાં કોંગ્રેસને નાટકો કરવાની ટેવ પડી ગઇ, સતત ત્રીજા દિવસે વિરોધ

જામનગર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
જામનગર શહેરમાં કોંગ્રેસ દ્વારા સતત ત્રીજા દિવસે મોંઘવારીનો વિરોધ કરી શેરી નાટક ભજવવામાં આવ્યા હતાં. - Divya Bhaskar
જામનગર શહેરમાં કોંગ્રેસ દ્વારા સતત ત્રીજા દિવસે મોંઘવારીનો વિરોધ કરી શેરી નાટક ભજવવામાં આવ્યા હતાં.
  • મોંઘો ગેસ, મોંઘું તેલ બંધ કરો લૂંટનો ખેલ, બેફીકર સરકારના નારા
  • વડાપ્રધાન, સચિવ અને જનતાની વેશભૂષામાં કોંગ્રેસનો મોંઘવારી સામે વિરોધ

જામનગરમાં સતત ત્રીજા દિવસે મોંઘવારી સામે કોંગ્રેસે આશ્ચર્યજનક કાર્યક્રમ અંતર્ગત વોર્ડ નં.6 માં વડાપ્રધાન, સચિવ અને જનતાની વેશભૂષા પહેરી નાટક ભજવી મોંધો ગેસ, મોંઘું તેલ બંધ કરો લૂંટનો ખેલના સૂત્રોચ્ચાર કર્યા હતાં.

કાળઝાળ મોંઘવારી સામે લોક સમસ્યાને વાચા આપવા જામનગરમાં કોંગ્રેસ દ્વારા આશ્ચર્યજનક કાર્યક્રમો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. શુક્રવારે સતત ત્રીજા દિવસે વોર્ડ નં.6 માં દિગ્જામ માર્ગ મહાકાળી સર્કલ પાસે કોંગ્રેસના કાર્યકરોએ પ્રધાનમંત્રી, સચિવ, જનતા વગેરેનો વેશ ધારણ કરી નાટક ભજવી મોંઘવારીનો વિરોધ કર્યો હતો. કાર્યક્રમમાં શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા, કોર્પોરેટર કાસમભાઈ જોખીયા, જેનબબેન ખફી, ધવલ નંદા તથા આનંદ ગોહિલ સહિતના કાર્યકરો જોડાયા હતાં. હજુપણ આગળ કોંગ્રેસનો આ વિરોધ ચાલુ રહેશે તેમ જાણવા મળે છે.

અન્ય સમાચારો પણ છે...